ફેબ્રુવારી 17, 2025 6:12 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 6:12 પી એમ(PM)

views 9

ગોધરા તાલુકાના કાંકણપુર ખાતેની શ્રી મહાલક્ષ્મી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ફડચામાં ગઈ હોવાનો પત્ર વાયરલ થયા બાદ ખાતેદારો બેંક ખાતે પહોંચ્યા

ગોધરા તાલુકાના કાંકણપુર ખાતેની શ્રી મહાલક્ષ્મી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ફડચામાં ગઈ હોવાનો પત્ર વાયરલ થયા બાદ ખાતેદારો બેંક ખાતે પહોંચ્યા હતા.  જેમાં 200 થી વધુ ખાતેદારોના નાણા બેંકમાં ફસાયા હોવાનું ખાતેદારોએ જણાવ્યું હતું. જોકે આ મામલે જિલ્લા રજિસ્ટ્રારે બેંકને ફડચામાં લઈ જવા અંગેના સમાચારનેખોટા ગણાવતા ખાતેદારો તેમજથાપણદારોને ચિંતા ન કરવા જણાવ્યું

જૂન 25, 2024 7:38 પી એમ(PM) જૂન 25, 2024 7:38 પી એમ(PM)

views 16

ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતીના મામલે ગોધરા પહોંચેલી સીબીઆઇની ટીમે તપાસ શરૂ કરી

ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતીના મામલે ગોધરા પહોંચેલી સીબીઆઇની ટીમે તપાસ શરૂ કરી દીધી છે... ગઇકાલે જે ફરિયાદની નકલ અને દસ્તાવેજો હસ્તગત કરવામાં આવ્યા છે તેની તપાસ સીબીઆઇની ટીમ કરી રહી છે. આ ઉપરાંત જે નિવેદનો લેવાયા છે તેની પણ વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.. આ કૌભાંડમાં ગોધરા સબ જેલમાં બંધ રહેલા પાંચ આરોપીઓની પુન: પૂછપરછ કરવામાટે સીબીઆઇની ટીમ અદાલતની મંજૂરી લીધા બાદ આ પાંચ આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ પણ મેળવે એવી કાયદાકીય શક્યતાઓ જણાઇ રહી છે..