જૂન 14, 2025 2:01 પી એમ(PM) જૂન 14, 2025 2:01 પી એમ(PM)

views 8

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ફોરેન્સિંક સાયન્સ લેબોરેટરી અને નેશનલ ફોરેન્સિંક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરની મુલાકાત લીધી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ફોરેન્સિંક સાયન્સ લેબોરેટરી અને નેશનલ ફોરેન્સિંક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરની મુલાકાત લીધી અને D.N.A. પરીક્ષણ પ્રક્રિયાની સમીક્ષા કરી. ગૃહ સચિવ, ઈન્ટેલિજનના બ્યુરોના IGP અને FSLના ડિરેક્ટર તેમની સાથે જોડાયા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતના 36 અને ભારત સરકારના પણ FSLના નિષ્ણાંતો આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે. ત્યારબાદ હર્ષ સંઘવી વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ગૃહ વિભાગના સચિવ, રાજ્યના પોલીસ વડા, અમદાવાદ પોલીસ કમિશનર તેમજ આઇબીના આઇજીપી પણ આ ...

માર્ચ 25, 2025 3:04 પી એમ(PM) માર્ચ 25, 2025 3:04 પી એમ(PM)

views 5

અમદાવાદની સેશન્સ અદાલતે ગૌ હત્યાના ઈરાદે ગૌવંશની ચોરી કરનારા બે આરોપીને સાત વર્ષની કેદ અને એક લાખ પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો

અમદાવાદની સેશન્સ અદાલતે ગૌ હત્યાના ઈરાદે ગૌવંશની ચોરી કરનારા બે આરોપીને સાત વર્ષની કેદ અને એક લાખ પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો છે. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, આ મહિનામાં આ ત્રીજા કેસનો ચુકાદો સામે આવ્યો છે. તેમણે આ કાર્યવાહી માટે રાજ્ય પોલીસ અને કાયદા વિભાગને અભિનંદન પણ પાઠવ્યા હતા.

માર્ચ 11, 2025 3:58 પી એમ(PM) માર્ચ 11, 2025 3:58 પી એમ(PM)

views 4

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં માહિતીના અધિકાર-RTI અંગે જણાવ્યું કે RTIનો કાયદો પારદર્શક વહીવટ માટે બનાવાયો છે પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં માહિતીના અધિકાર-RTI અંગે જણાવ્યું કે RTIનો કાયદો પારદર્શક વહીવટ માટે બનાવાયો છે પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. RTI એક્ટિવિસ્ટ કાયદાનો દૂરઉપયોગ કરતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા શ્રી સંઘવીએ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો-ACB સરકારી કચેરીઓમાં આવતાં RTI એક્ટિવિસ્ટની યાદી બનાવી રહ્યું છે. આવનાર સમયમાં રાજ્ય પોલીસ આવા લોકોને શોધી કડક પગલાં લેશે. શ્રી સંઘવીએ ઉમેર્યું કે સુરત શહેરમાં RTI ની આડમાં નાણાં માગવા મામલે 24 ગુના દાખ...

ફેબ્રુવારી 27, 2025 3:01 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 3:01 પી એમ(PM)

views 4

સુરતના કાપડ માર્કેટમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવાના યુધ્ધના ધોરણે પ્રયાસ થઇ રહ્યાં હોવાનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું

સુરતના કાપડ માર્કેટમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવાના યુધ્ધના ધોરણે પ્રયાસ થઇ રહ્યાં હોવાનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે આગને કાબૂમાં લેવા માટે ઔધોગિક કંપનીઓના ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઇ રહી છે. તેમણે ઉમેર્યુ હતું કે છેલ્લા થોડા સમયથી આગ કાબૂમાં આવી રહી છે. મુખ્યમંત્રીને પણ આગની ઘટના અંગે માહિતીગાર કરાયાં હોવાનું ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. (બાઇટ- હર્ષ સંઘવી, ગૃહ રાજ્ય મંત્રી)

ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM) ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM)

views 4

આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી અગ્રેસર : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.” ગાંધીનગરના નીલાંબર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા આઠમા વાર્ષિક સ્મારક વ્યાખ્યાયનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉપરોક્ત બાબત જણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ગત 10 વર્ષમાં દેશભરમાં માઓવાદ અને નક્સલવાદ સામેની લડાઈમાં મહત્વની સફળતા મળી છે, જેના કારણે અનેક રાજ્યના વિકાસમાં વધારો થયો છે.” આ વ્યાખ્યાન માળા કાર્યક્રમ ભારતીય વાયુસેનાના એકમાત્ર પરમવી...

જાન્યુઆરી 18, 2025 8:18 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:18 એ એમ (AM)

views 5

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટર યુથ એવોર્ડ સમારોહ યોજાશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટર યુથ એવોર્ડ સમારોહ યોજાશે. ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૭ હજાર વિદ્યાર્થીઓને સ્કાઉટીંગ પ્રવૃત્તિઓ અને માનવાધિકારો વિષે જાગૃત્ત કરાશે. જેમાં દેશના ૧૮ રાજ્યોના પ્રતિનિધિઓ તેમજ શ્રીલંકાથી ૨ અને મલેશિયાથી ૧ સ્કાઉટસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય માનવાધિકાર પંચના ચેરમેન કે.જે.ઠાકર, ઓડિશાના નિવૃત્ત ચીફ જસ્ટીસ કે.એસ.ઝવેરી, મુકેશ ખન્ના વિશેષ ઉપસ્થિત ...

જાન્યુઆરી 5, 2025 8:09 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:09 એ એમ (AM)

views 5

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ શહેરમાં નવનિર્મિત અદ્યતન સાયબર સેન્ટીનલ્સ લેબ તેમજ માઉન્ટેડ પોલીસ લાઇન ખાતે ૨ હજાર ૯૨૬ લાખના ખર્ચે નિર્મિત બી-કક્ષાના ૧૦૮ પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ શહેરમાં નવનિર્મિત અદ્યતન સાયબર સેન્ટીનલ્સ લેબ તેમજ માઉન્ટેડ પોલીસ લાઇન ખાતે ૨ હજાર ૯૨૬ લાખના ખર્ચે નિર્મિત બી-કક્ષાના ૧૦૮ પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીશ્રીએ લેબ અને આવાસોનું નિરીક્ષણ કરતા જરૂરી સૂચનો કર્યા હતાં. શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે અત્યારના સમયમાં ટેકનોલોજીનો અસામાજિક પ્રવૃત્તિઓમાં દુરુપયોગ થઈ રહ્યો છે, ત્યારે સાયબર ક્રાઇમ ડિટેક્ટ કરવામાં સાયબર લેબ મહત્વની ભૂમિકા ભજવશે. આધુનિક યુગમાં ડીજીટલ ફ્રોડની વધતી ચેલેન્જને પહોં...

ડિસેમ્બર 12, 2024 8:09 એ એમ (AM) ડિસેમ્બર 12, 2024 8:09 એ એમ (AM)

views 5

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ‘રાજ્યમાં દરેક પોલીસ મથકદીઠ એક સાયબર નિષ્ણાતની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો.’

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે દેશના પ્રથમ A.I. એટલે કે, કૃત્રિમ બુદ્ધિમત્તા સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યોરિટી કમાન્ડ્સ કન્ટ્રૉલ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરના રાંચરડા ખાતે આવેલી ઇન્ડસ વિશ્વ-વિદ્યાલયમાં આ કેન્દ્રનો પ્રારંભ કરાવતા શ્રી સંઘવીએ કહ્યું, સાયબર ગુનાઓને રોકવા આ કેન્દ્ર દ્રોણા એટલે કે, ડિટેક્શન રિસ્પૉન્સ ઑર્ગેનાઈઝેશન નેટવર્ક એનાલિસીસ 2.O થકી ખૂબ સારા પરિણામો મળશે તેવો મને વિશ્વાસ છે. દરમિયાન શ્રી સંઘવીએ લોકોને સાયબર છેતરપિંડીથી બચવા સાવચેત રહેવા સૂચન કર્યું હતું. તેમણે...

ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM)

views 3

હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું હતું. સુરત પોલીસ દ્વારા આ પહેલનું નામ 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમ વખત આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ હવે સુરત પોલીસ આ અભિયાન થકી સમાજસેવાનું કાર્ય પણ કરશે. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાં ડ્રગ્સના બંધાણીઓને નશાની લતમાંથી છોડાવવ...