માર્ચ 13, 2025 3:07 પી એમ(PM) માર્ચ 13, 2025 3:07 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 146 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે વર્ચ્યુઅલ માધ્યમથી તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં ૧૪૬ કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં, શ્રી શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માળખાગત વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કહ્યું કે, ભારત હવે વિશ્વનું બીજા ક્રમનું સૌથી લાંબુ રોડ નેટવર્ક અને ત્રીજા ક્રમનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે. શ્રી મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલા પરિવર્તનકારી વિકાસની ...

જાન્યુઆરી 30, 2025 1:59 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 1:59 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદી વિચારો અને ભારતીય જનતા પાર્ટીની સફર પર કેન્દ્રિત પુસ્તક ‘ઇન્ડિયન રેનેસાં: ધ મોદી ડિકેડ’નું વિમોચન કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદી વિચારો અને ભારતીય જનતા પાર્ટીની સફર પર કેન્દ્રિત પુસ્તક 'ઇન્ડિયન રેનેસાં: ધ મોદી ડિકેડ'નું વિમોચન કરશે. આ પુસ્તકનું સંપાદન ડૉ. ઐશ્વર્યા પંડિત દ્વારા કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ કાર્યક્રમ સાંજે 6 વાગ્યે NDMC કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ પુસ્તક છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારના શાસનનું વ્યાપક વિશ્લેષણ રજૂ કરે છે. આ ઉપરાંત દેશમાં ગ્રામીણ અને શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ, ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો અને ડિજિટલ...

ઓક્ટોબર 31, 2024 7:35 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 7:35 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઇ પટેલને સંગઠિત ભારતના ઘડવૈયા ગણાવીને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઇ પટેલને સંગઠિત ભારતના ઘડવૈયા ગણાવીને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. બોટાદ પાસે સાંરગપુર ખાતે શ્રી શાહે જણાવ્યું કે સરદાર પટેલનું સન્માન કરવા માટે સરકારે આગામી બે વર્ષ માટે તેમની 150મી જન્મજયંતિ ઉજવવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના અગિયા...