નવેમ્બર 15, 2024 7:13 પી એમ(PM) નવેમ્બર 15, 2024 7:13 પી એમ(PM)

views 4

ગુરુ નાનકજીની 555મી જયંતિની રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે

ગુરુ નાનકજીની 555મી જયંતિની રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. ગુરુદ્વારાઓ સુંદર રોશનીથી શણગારવામાં આવ્યા છે અને લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે. ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ ગુરુસિંઘ સાહેબ ગુરુદ્વારા ખાતે શીખ સંપ્રદાય સહિત અન્ય સમાજના લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી. ગુરુદ્વારા ખાતે અખંડ પાઠ સાથે લંગરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.