જાન્યુઆરી 21, 2025 8:52 એ એમ (AM) જાન્યુઆરી 21, 2025 8:52 એ એમ (AM)

views 4

રાજ્યભરમાં 25 જાન્યુ. સુધી શાળા સલામતી સપ્તાહ યોજાશે

રાજ્યભરમાં 25 જાન્યુઆરી સુધી “શાળા સલામતી સપ્તાહ-2025” યોજાશે. GSDMA એટલે કે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સપ્તાહ અંતર્ગત ત્રણ હજાર જેટલી શાળાઓમાં ભૂકંપ, આગ અકસ્માત, પૂર, શૉર્ટ સર્કિટ જેવા વિષય ઉપર રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRF, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ- SDRF, અગ્નિશમન દળના સહયોગથી મોકડ્રીલનું પણ આયોજન કરાશે. દરમિયાન ઈન્ડિયન રેડક્રોસ, 108 ઇમરજન્સી એમ્બુલૅન્સના સહયોગથી આરોગ્ય વિષયક તાલીમ અને નિદર્શન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ...

જાન્યુઆરી 20, 2025 9:36 એ એમ (AM) જાન્યુઆરી 20, 2025 9:36 એ એમ (AM)

views 18

પ્રથમ ખો ખો વર્લ્ડ કપની જીતમાં ગુજરાતની ઓપિનાર ભીલારની મહત્વની ભૂમિકા

દિલ્હીમાં રમાયેલા પ્રથમ ખો ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને 78-40નાં નોંધપાત્ર સ્કોર સાથે પરાજય આપીને પ્રથમ વર્લ્ડ કપની વિજેતા બની હતી. ભારતીય ટીમના વિજયમાં મૂળ ડાંગનાં અને તાપીમાં DLSS તેમજ આર્ટ્સ એન્ડ કૉમર્સ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતાં ઓપિનાર ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

જાન્યુઆરી 17, 2025 6:28 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:28 પી એમ(PM)

views 10

ગુજરાત મેડિકલ ટુરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું

ગુજરાત મેડિકલ ટુરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, રાજ્યના મેડિકલ ટુરીઝમ ઉદ્યોગનો વાર્ષિક ૩૦ ટકાના દરે વિકાસ થયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે, અમદાવાદ સિવિલ મેડિસીટીની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજીત 'ગ્લોબલ હેલ્થ-ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ બિયોન્ડ હોરાઈઝન્સ' કાર્યક્રમમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું. ગુજરાતના મેડિકલ ટુરીઝમ અંગે વાત કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ગુજરાત રાજ્ય ભારતના મેડિકલ ટુરીઝમ ક્ષેત્રમાં ૨૫-૩૧ ટકા યોગદાન આપે છે. ૧૬થી વધુ દ...

જાન્યુઆરી 17, 2025 6:22 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:22 પી એમ(PM)

views 8

મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ, કરમસદ, સોજીત્રા તારાપુર રોડને ૧૦ મીટર પહોળાઈથી વધારીને ચારમાર્ગીય કરવા રાજ્ય સરકારે 132 કરોડ રૂપિયા ફાળવ્યા

મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ, કરમસદ, સોજીત્રા તારાપુર રોડને ૧૦ મીટર પહોળાઈથી વધારીને ચારમાર્ગીય કરવા રાજ્ય સરકારે 132 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ યોજનામાં સ્ટ્રક્ચર વર્ક, પ્રોટેક્શન વોલ સહિતની કામગીરી પણ કરવામાં આવશે. આ રોડ બન્યા બાદ તારાપુર, પેટલાદ, સોજીત્રા તાલુકાના નાગરિકો, આણંદ જી.આઈ.ડી.સી.ના વાહનવ્યવહાર તેમજ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ માટે આવતા-જતા વિદ્યાર્થીઓને લાભ થશે

જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદીય ક્ષેત્રમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જળવ્યવસ્થાપનનાં પરિણામે ઉત્તરગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામેગામ સિંચાઈ અને પીવાનું શુધ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. ગઇકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરનાં માણસામાં અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.તેમણે અંબોડ ખાતે 234 કરોડ રૂપિયાનાં ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શા...

જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 16

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM) જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM)

views 12

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પ્રસંગે આજથી 16 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે આવશે. ચાર દિવસીય મુલાકાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉત્તરાયણની ઉજવણીમાં જોડાશે. ભાજપ કાર્યાલય દ્વારા મળેલી માહિતી મુજબ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે. તેઓ 14મી જાન્યુઆરીએ થલતેજ, ન્યૂ રાણિપ અને સાબરમતીમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. ત્યારબાદ ઘાટલોડિયામાં નવા પોલીસ મથક અને આવાસ યોજનાનાં મકાનોનું લોકાર્પણ કરશે. 15મી જાન્યુઆરીએ કલોલ, માણસામાં સ...

જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM)

views 5

કરુણા અભિયાન અંતર્ગત પશુ-પંખીઓ માટેની એમ્બ્યુલન્સની સંખ્યા 37 થી વધારી 87 કરાઇ

કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સની સંખ્યા ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૩૭થી વધારીને ૮૭ કરવામાં આવી છે.   રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોની ઘટનાનાં વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરીના રોજ અંદાજે ૧,૪૭૬  ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા ૮૪૨ કેસોની સરખામણાએ ૭૨.૨૮% નો વધારો દર્શાવે છે. તે જ રીતે, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧,૪૯૫ ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે ૭૭.૫૩% નો વધારો દર્શાવે છે. રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસો...

જાન્યુઆરી 10, 2025 8:28 એ એમ (AM) જાન્યુઆરી 10, 2025 8:28 એ એમ (AM)

views 8

અમદાવાદ શહેરના 30 ઓવરબ્રિજ પર તાર લગાવાશે : દેવાંગ દાણી

ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલા 30 ઓવરબ્રિજ પર તાર લગાવવામાં આવશે. પતંગની દોરીના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. બ્રિજ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો કે ચાલતા જતા લોકોને ગળાના ભાગે દોરી આવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરના 23 જેટલા ઓવરબ્રિજ પર તાર લગાવી દેવામાં આવ્યા છે અને બાકીના 7 બ્રિજ પર તાર લગાવવાની કામગીરી ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું ...

જાન્યુઆરી 8, 2025 9:26 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 9:26 એ એમ (AM)

views 7

અમદાવાદના સરદાર પટેલ હવાઈ મથક મુસાફરોની સંખ્યામાં 18 ટકાની વૃદ્ધિ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળામાં 3.5 મિલિયનથી વધુ મુસાફરોએ એરપોર્ટ પરથી મુસાફરી કરી છે. જે અગાઉના વર્ષની 3 મિલિયનની સંખ્યા કરતાં 18% વધુ છે. અમદાવાદ હવાઈ મથક પર 27,000 થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટના સંચાલન સાથે 15% નો વધારો જોવા મળ્યો છે. તા. 22 ડિસેમ્બર 2024 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (એસવીપીઆઈ) હવાઈ મથક પર 324 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (એટીએમ) સાથે 44,253 મુસાફરોની અવ...