ફેબ્રુવારી 15, 2025 8:40 એ એમ (AM) ફેબ્રુવારી 15, 2025 8:40 એ એમ (AM)

views 47

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા સરકાર હંમેશાં તત્પર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશાં તત્પર છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા અમદાવાદમાં ગુજરાત સ્ટાર્ટ-અપ્સ ફ્યુઅલિંગ ઇનોવેશન ઍન્ડ ઈકોનોમિક ગ્રોથ વિષય પર આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપને લઈને કોઈપણ વિચાર આવે અને એ વિચારને જમીન પર ઉતારવાનો થાય તેમાં રાજ્ય સરકાર મદદરૂપ બની છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસરની ભૂમિકામાં રહ્યું છે....

ફેબ્રુવારી 10, 2025 8:33 એ એમ (AM) ફેબ્રુવારી 10, 2025 8:33 એ એમ (AM)

views 15

પાટણના વડાવલીમાં તળાવમાં ડૂબી જતાં ચાર બાળકો સહિત પાંચનાં મોત

પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડુબી જવાથી ચાર બાળકો સહિત પાંચ વ્યક્તિના મોત નિપજ્યાં છે. ગઈકાલે ગામના તળાવમાં એક વ્યક્તિનો પગ લપસી જતાં તેને  બચાવવા જતાં અન્ય ચાર વ્યક્તિ પણ ડૂબી ગયા હતા. ડૂબી ગયેલા પાંચ વ્યક્તિને ગામજનોએ બહાર કાઢી સારવાર માટે ચાણસ્મા મોકલી આપ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. અમારા જિલ્લા પ્રતિનિધી જણાવે છે કે, તળાવમાં ડૂબી જવાના કારણે જે મૃત્યુ પામ્યા છે તેમાં એક પરિવારના બે બાળકો અને તેની માતા સહિત ત્રણ વ્યક્તિ તેમજ અન્ય બે બાળકોનો સમાવેશ થાય છે.

ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM) ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM)

views 9

પરીક્ષા પે ચર્ચા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ ગોષ્ઠિ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત  પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરેલી છે. આ પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી આજે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં પરીક્ષા પેર ચર્ચા કાર્યક્રમનું વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે...

ફેબ્રુવારી 7, 2025 7:09 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:09 પી એમ(PM)

views 18

આજે ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે આજે ગ્લોબલ સી એસ આર ફિલાન્ટ્રોફી સમિટ 2025 યોજવામાં આવ્યો

ગુજરાતમાં પ્રથમ વખત CSR ભંડોળનો સામજિક કાર્ય અને ખાસ કરીને શિક્ષણ માટે ઉપયોગમાં કરવામાં આવે એ માટે આજે ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે આજે ગ્લોબલ સી એસ આર ફિલાન્ટ્રોફી સમિટ 2025 યોજવામાં આવ્યો હતો. આજે યોજાયેલ ગ્લોબલ સી એસ આર સમિટ અને ગ્લોબલ સી એસ આર ફિલાન્ટ્રોફી સમિટ 2025માં બે વસ્તુઓ છે એક સી એસ આર એકટીવીટી બીજી ફિલાન્ટ્રોફી. સી એસ આર દ્વારા શિક્ષણ આપી વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમ અને કૌશલ્ય વધારવાનો આ સુંદર પ્રયાસ છે અને દરેક જગ્યાએ સરકાર તરફથી જ્યારે પૂરતી મદદ ન મળે ત્યારે લોકો દ્વારા ફાળો આપી આ મિશ...

ફેબ્રુવારી 6, 2025 11:04 એ એમ (AM) ફેબ્રુવારી 6, 2025 11:04 એ એમ (AM)

views 12

અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી સુધી યોજાનારા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવથી યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાનો લાભ મળશે. આ દરમિયાન જિલ્લાકક્ષાની 20 સમિતિ, 750થી વધુ પોલીસ અને ગૃહરક્ષક દળના જવાન સહિત સ્વચ્છતા માટે 450 સફાઈ કર્મચારીઓ ખડેપગે રહેશે. બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે ગઈકાલે પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી હતી.

ફેબ્રુવારી 6, 2025 8:13 એ એમ (AM) ફેબ્રુવારી 6, 2025 8:13 એ એમ (AM)

views 7

અમેરિકાથી પરત મોકલાયેલા 33 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચશે

અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 જેટલા ભારતીયોને ગઈકાલે અમેરિકન વિમાનમાં પંજાબના અમૃતસર ખાતે લવાયા હતા. અમારા અમદાવાદના પ્રતિનિધિ જણાવે છે કે, અમેરિકાથી પરત મોકલાયેલા આ ભારતીયોમાં રાજ્યના 33 લોકો સામેલ છે. આમાં પણ સૌથી વધુ લોકો ઉત્તર ગુજરાતના અને એક વ્યક્તિ અમદાવાદના થલતેજ વિસ્તારના રહેવાસી હોવાનું જણાયું છે. આ તમામ લોકોને આજે સવારે અમદાવાદ લવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકામાં ગેરકાયદે વસતા વિવિધ દેશનાં લોકોને પરત મોકલવા કાર્યવાહી હાથ ધ...

ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM) ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM)

views 7

કેન્દ્રીય અંદાજપત્રથી સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, “આ વખતનું પહેલું કેન્દ્રીય અંદાજપત્ર એવું છે, જેમાં સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો છે.” સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું, “આ અંદાજપત્રથી ખેડૂતો અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ- MSMEને લાભ થશે. ગત 10 વર્ષમાં દેશમાં આત્મનિર્ભરતા વધી હોવાનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું.

ફેબ્રુવારી 1, 2025 9:34 એ એમ (AM) ફેબ્રુવારી 1, 2025 9:34 એ એમ (AM)

views 50

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રાજ્યની 66 નગરપાલિકા જુનાગઢ મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. તમામ રાજકીય પક્ષોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની નામોની જાહેરાત કરી દેવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા કોરા મેન્ડેડ આપી દેવામાં આવ્યા છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલી ફેબ્રુઆરી છે. જ્યારે ઉમેદવારી પત્ર ચક...

જાન્યુઆરી 29, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 7:26 પી એમ(PM)

views 19

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લોને ઓનલાઇન સર્વેમાં શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર

નવી દિલ્હીમાં કર્તવ્યપથ ખાતે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લો ‘આનર્તપુરથી એકતાનગર સુધી- વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ’ને લોકપ્રિય પસંદગી વિભાગમાં શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ઉત્તરપ્રદેશનાં ટેબ્લોને બીજું સ્થાન મળ્યું છે. MyGov પોર્ટલ પર ઓનલાઇન સર્વેક્ષણમાં ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમ મળ્યો છે. ‘મહાકુંભ 2025 સ્વર્ણિમ ભારતઃ વિરાસત ઔર વિકાસ’ વિષયવસ્તુ પર આધારિત ઉત્તરપ્રદેશનાં ટેબ્લોની શ્રેષ્ઠ ટેબ્લો તરીકે પસંદગી થઈ છે, જ્યારે ત્રિપુરાનો ટેબ...

જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM) જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM)

views 6

રાજ્ય સરકારે એક જ દિવસમાં વિવિધ વિકાસ કાર્યો માટે રૂ.605.48 કરોડ ફાળવ્યા

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં વિવિધ વિકાસકાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા 40 કરોડ રૂપિયા, 13 નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા, 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન બનાવવા રૂપિયા 33 કરોડ, સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ, આઉટગ્રૉથ વિસ્તાર વિકાસ, શહેરી સડક યોજના, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે 493 કરોડ 48 લાખ રૂપિયા ફાળવાયા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકા...