ફેબ્રુવારી 22, 2025 11:00 એ એમ (AM) ફેબ્રુવારી 22, 2025 11:00 એ એમ (AM)

views 69

બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે જરૂરી : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે જરૂરી છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આજના યુવાનોમાં સાહિત્ય ક્ષેત્રમાં રસ ઘટતો જઈ રહ્યો છે ત્યારે નવી પેઢી સુધી માતૃભાષાનો વારસો પહોંચાડવાનું કાર્ય આપણી જવાબદારી છે.

ફેબ્રુવારી 22, 2025 8:32 એ એમ (AM) ફેબ્રુવારી 22, 2025 8:32 એ એમ (AM)

views 11

વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકવો પડે : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે જ્યારે આપણે વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકવો જ પડે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેના ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે દેશના કુલ GDPમાં ગુજરાતનું યોગદાન 8.3% છે, અને તેને વર્ષ 2030 સુધીમાં 10 ટકા સુધી લઇ જવાનું ગુજરાતનું લક્ષ્ય છે. આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે 3 હજાર 600 કરોડ રૂપિયાથી વધુના લાભોનું વિતરણ કરાયું હતું. દરમિયાન GIDCના 480 કરોડ રૂપિયાના 5...

ફેબ્રુવારી 18, 2025 3:21 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 3:21 પી એમ(PM)

views 16

સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ આજ સુધીમાં રાજ્યના બે કરોડ પંદર લાખ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા

ધરતીપુત્રોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ આજ સુધીમાં રાજ્યના બે કરોડ પંદર લાખ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. ખેડૂતો માટે આ પ્રકારની યોજના અમલમાં મૂકવાવાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું. સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ, ખેતીલાયક જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિર્ધારિત પદ્ધતિ અનુસાર ખેડૂતોના ખેતરમાંથી જમીનના નમૂનાઓ લેવામાં આવે છે અને પૃથ્થકરણ માટે તેમને જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. ત્યાં નમૂનાનું પૃથ્થકરણ કરીન...

ફેબ્રુવારી 18, 2025 9:54 એ એમ (AM) ફેબ્રુવારી 18, 2025 9:54 એ એમ (AM)

views 42

રાજ્યમાં ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક જાહેર

રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓનાં ધોરણ ત્રણથી ધોરણ 8 સુધીનાં વિદ્યાર્થીઓની દ્વિતીય સત્રાંત પરીક્ષા 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન યોજાશે. સમગ્ર રાજ્યની શાળાઓમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક જારી કરવામાં આવ્યું છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આ પરીક્ષા માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરીને તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને આપવામાં આવ્યું છે.

ફેબ્રુવારી 18, 2025 9:41 એ એમ (AM) ફેબ્રુવારી 18, 2025 9:41 એ એમ (AM)

views 15

આજથી રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ

રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આજથી 9 માર્ચ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. 14 માર્ચથી વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે, એમ સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. વર્ષ 2024-25ની સિઝનમાં ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 650 રૂપિયા અને રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 950 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

ફેબ્રુવારી 18, 2025 9:05 એ એમ (AM) ફેબ્રુવારી 18, 2025 9:05 એ એમ (AM)

views 86

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતગણતરી શરૂ

રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગર પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ સવારે સાત વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મતગણતરી પહેલા તમામ ઇવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યાં હતા. રાજ્યમાં રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું હતુ. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 44.32 ટકા, જ્યારે 66 નગરપ...

ફેબ્રુવારી 17, 2025 4:01 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 4:01 પી એમ(PM)

views 19

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નોકરી દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો તેના કુટુંબને 14 લાખ રૂપિયાની સહાય અપાશે. વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવ્યા મુજબ નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-3 અને 4ના કર્મચારીઓના 24 સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરી દરમ્યાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને 14 લાખ રૂપિયાની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવાશે, આ ઉપરાંત વિવિધ કચેરીઓ ખાતે નિયુકત કરાયેલ પાંચ વર્ષિય ફિકસ પગ...

ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM) ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM)

views 4

આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી અગ્રેસર : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.” ગાંધીનગરના નીલાંબર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા આઠમા વાર્ષિક સ્મારક વ્યાખ્યાયનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉપરોક્ત બાબત જણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ગત 10 વર્ષમાં દેશભરમાં માઓવાદ અને નક્સલવાદ સામેની લડાઈમાં મહત્વની સફળતા મળી છે, જેના કારણે અનેક રાજ્યના વિકાસમાં વધારો થયો છે.” આ વ્યાખ્યાન માળા કાર્યક્રમ ભારતીય વાયુસેનાના એકમાત્ર પરમવી...

ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM) ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM)

views 16

ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસથી પ્રધાન મંત્રી મોદી પરત ફર્યા

ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી હતી. ગુરુવારે મોડીરાત્રે વ્હાઇટ હાઉસમાં ચાર કલાક સુધી દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.

ફેબ્રુવારી 15, 2025 8:59 એ એમ (AM) ફેબ્રુવારી 15, 2025 8:59 એ એમ (AM)

views 41

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેકે આદતો અને વિચારો બદલવા પડશે : રાજ્યપાલ

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેક વ્યક્તિએ પોતાની આદતો અને વિચારો બદલવા પડશે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને અપીલ કરી છે. અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયા- સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 'સક્ષમ'ની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલે આ અભિયાનને જન આંદોલન બનાવવાની હાકલ કરી હતી. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાશે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ સહિત પેટ્રોલિયમ પેદાશોનો કુલ વપરાશ 234 મિલિયન મેટ્રિક ટન : 88% ઈંધણની આયાત કરવી પડે છે : જે...