ઓક્ટોબર 14, 2024 9:53 એ એમ (AM) ઓક્ટોબર 14, 2024 9:53 એ એમ (AM)

views 14

ભરૂચમાં વીજળી પડતાં ચાર વ્યક્તિના મોત : ચાર ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લામાં વિજળી પડવાની બે અલગ અલગ ઘટનામાં ચાર વ્યક્તિના મોત થયા છે. ભરૂચ તાલુકાના પાદરીયા ગામમાં વીજળી પડવાથી ત્રણ વ્યક્તિના મોત થયાં છે. પાદરીયા ગામમાં લારી પર ઉભેલા પાંચ વ્યક્તિ પર વીજળી પડતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે ગંભીર રીતે દાઝી ગયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે અન્ય એક ઘટનામાં હાસોટ તાલુકાના આલિયાબેટ ખાતે પણ માછીમારી કરવા ગયેલા ચાર આદિવાસી યુવકો પર વીજળી પડવાથી એક આદિવાસી યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હ...

ઓક્ટોબર 14, 2024 9:37 એ એમ (AM) ઓક્ટોબર 14, 2024 9:37 એ એમ (AM)

views 4

અંકલેશ્વરમાંથી 5000 કરોડનું ડ્રગ્સ પકડાયું

ભરૂચના અંકલેશ્વરમાંથી ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનને કારણે પાંચ હજાર કરોડના 519 કિલોગ્રામ માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સંયુક્ત કાર્યવાહી દરમિયાન ગઈકાલે મોડીરાત્રે ગુજરાતના અંકલેશ્વરમાં એક કંપનીમાંથી આ માદક પદાર્થ પકડાયો હતો. પોલીસે કંપનીના ત્રણ ડિરેક્ટર, એક સુપરવાઇઝર અને એક દલાલ સહીત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આ તમામને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાંથી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાયા હતા. આ પહેલા આ મહિનાની પહેલી તારીખે દિલ્હી પોલીસના વિશેષ ...

ઓક્ટોબર 13, 2024 11:46 એ એમ (AM) ઓક્ટોબર 13, 2024 11:46 એ એમ (AM)

views 18

રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ  માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના પગલે રાજ્યમાં બે દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં બે દિવસ દરમ્યાન મધ્યમ વરસાદ પડવાની આગાહી  છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાનમાં ગાંધીનગર તેમજ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વરસા...

ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM) ઓક્ટોબર 7, 2024 9:21 એ એમ (AM)

views 9

રાજ્યના ૬૦,૨૪૫ કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે : ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારનાં કર્મચારીઓને છઠ્ઠાને બદલે સાતમા પગારપંચ મુજબ ભથ્થાં આપવાનો અને 2005 પહેલાંનાં કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વય નિવૃત્તિ કે અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  રાજ્ય સરકારનાં કર્મચારીઓની ઉચ્ચક બદલી દરમિયાન મુસાફરી ભથ્થું અને વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમાં પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે. ગઈ કાલે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ...

ઓક્ટોબર 6, 2024 6:37 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 6:37 પી એમ(PM)

views 6

9 ઓક્ટોબરે વિશ્વ ડાક દિવસ, આવતીકાલથી 11 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન

રાજ્યમાં આવતીકાલથી 11મી ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન કરાશે. આ સપ્તાહ દરમિયાન ડાક સેવાઓની સેવાઓમાં થયેલી નવીનતાની જાગૃતિ વધારવા અને ગ્રાહક આધારનો વિસ્તાર કરવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાશે. ઉત્તર ગુજરાત ક્ષેત્ર અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે, ‘આ વર્ષે નાણાકીય સશક્તિકરણ સાથે ખાસ કરીને બાળ સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.’ તેમણે ઉમેર્યું કે, ‘આ સપ્તાહ દરમિયાન મેલ અને પાર્સલ કસ્ટમર્સ મીટ, ડાકઘર નિર્યાત કેન્દ્ર, આધાર કેમ્પ, નાણાકીય સાક્ષરતા અભિયાન, બચત ...

ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM)

views 5

એસટી દ્વારા સિદ્ધપુરથી દ્વારકાની નવી સ્લીપર કોચ બસ શરૂ કરાઇ

સિધ્ધપુર પંથકની જનતા માટે સિધ્ધપુરથી સીધા યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે જઇ શકે તેવી સિધ્ધપુર - દ્વારકા સ્લીપરકોચ બસનો પ્રારંભ થયો છે. સિધ્ધપુરથી દ્વારકા જતી નવીન સ્લીપર કોચ બસને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ દરરોજ નિયમિત સિધ્ધપુરથી દ્વારકા જશે અને દ્વારકાથી સિધ્ધપુર પરત આવશે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર મત વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ બસનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ બસ સાંજે 18:00 કલાકે સિદ્ધપુરથી ઉપડી વાયા પાટણ, બેચરાજી, સ...

ઓક્ટોબર 6, 2024 8:49 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 8:49 એ એમ (AM)

views 5

આજે રજાના દિવસે કેબિનેટની બેઠક મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રવિવારના દિવસે સાંજે 4:30 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. આજે સાંજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાનાર છે.. જેમાં કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.. આ ઉપરાંત ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ છે... આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેની પણ ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે..

ઓક્ટોબર 6, 2024 8:28 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 8:28 એ એમ (AM)

views 6

જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ

રાજ્ય સરકાર અને સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચે જૂની પેન્શન યોજના અને અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર સાથે બેઠક યોજાઇ હતી. આજે આ મામલે સરકાર દ્વારા નિવેડો લાવવામાં આવે તેવી સંભાવના છે. કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે અગાઉ યોજાયેલી બેઠક બાદ ફરી એક વખત ગઇકાલે સાંજે વિવિધ પડતર માંગણીઓ અંગે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સરકાર અને કર્મચારીઓએ વચ્ચે સકારાત્મક વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી હતી. જૂની પેન્શન યોજના તેમજ સાતમા પગાર પંચ સહિતની બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. કર્મચારી મહામંડળ પ્રમુખ દિગ્વીજયસ...

ઓક્ટોબર 5, 2024 10:16 એ એમ (AM) ઓક્ટોબર 5, 2024 10:16 એ એમ (AM)

views 5

હેલમેટના કાયદાનું ચુસ્તપણે અમલ ન થતો હોવાથી ગુજરાત વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી

હેલમેટના કાયદાનું ચુસ્તપણે અમલ ન થતો હોવાથી ગુજરાત વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટની ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હેલમેટનાં કાયદા અંગે સરકાર અને પોલિસે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવી જોઇએ. કોર્ટે અમદાવાદમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે હેલ્મેટનાં કાયદાનો અમલ કરાવવા પણ તાકીદ કરી છે. મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની બેન્ચે જણાવ્યું હતું કે, તેઓ હાઇકોર્ટનાં કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવા વિચારી રહ્યા છે.

ઓક્ટોબર 2, 2024 11:45 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 11:45 એ એમ (AM)

views 7

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે ચાલુ વર્ષે વરસાદની પેટર્નને ધ્યાનમાં લેતા હજુ વધુ ૧૫ દિવસ સુધી ડેન્ગ્યુ માટે સર્વેલન્સ અને પોરાનાશક કામગીરીને વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું. તેમણે સમગ્રતયા પરિસ્થિતિનો વિગતવાર તાગ મેળવીને આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં સીઝનલ ફ્લુના કુલ 1614 કેસો નોંધાયા છે જેમાં છેલ્લા 15 દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઉપરાંત...