ડિસેમ્બર 6, 2024 7:12 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:12 પી એમ(PM)

views 2

ગુજરાત સરકારના દિલ્હી ખાતેના ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA સંસ્થા દ્વારા થ્રી સ્ટાર રેટિંગનો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

ગુજરાત સરકારના દિલ્હી ખાતેના ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA સંસ્થા દ્વારા થ્રી સ્ટાર રેટિંગનો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલી 16મી GRIHA સંસ્થાની શિખર બેઠકમાં આ પુરસ્કાર ગુજરાત સરકાર વતી ગરવી ગુજરાત ભવનના મુખ્ય વહીવટી અધિકારી કેપ્ટન પ્રશાંત સિંહએ સ્વીકાર્યો હતો. આ પુરસ્કારમાં GRIHA રેટિંગ પ્લેક અને શીલ્ડ અપાયા હતા. દિલ્હી ખાતેનું ગુજરાત ભવનમાં વર્ટિકલ ગાર્ડન, સૂર્ય ઊર્જાનો ઉપયોગ, ઉપયોગમાં લેવાયેલા પાણીને શુધ્ધ કરીન...

નવેમ્બર 24, 2024 8:16 એ એમ (AM) નવેમ્બર 24, 2024 8:16 એ એમ (AM)

views 1

ગુજરાત સરકારે આદિજાતિ વિસ્તારો તેમજ બિન આદિજાતિ વિસ્તારોમાં કુલ નવી 8 કોલેજોને મંજૂરી આપી છે.

ગુજરાત સરકારે આદિજાતિ વિસ્તારો તેમજ બિન આદિજાતિ વિસ્તારોમાં કુલ નવી 8 કોલેજોને મંજૂરી આપી છે, જેમાં બનાસકાંઠા, તાપી, દાહોદ, ડાંગ , કચ્છ, આણંદ,અમરેલીનો સમાવેશ થાય છે. ડાંગના સુબીર ખાતે રાજય સરકારના શિક્ષણ વિભાગે વધુ એક વિનિયન કોલેજ મંજૂરી આપતાં વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક તેમજ ધારાસભ્ય વિજય પટેલે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ કોલેજ શરૂ થતા ડાંગ જિલ્લાના છેવાડાના વિદ્યાર્થીઓને હવે શિક્ષણ માટે દૂર નહિ જવું પડે.

નવેમ્બર 11, 2024 9:32 એ એમ (AM) નવેમ્બર 11, 2024 9:32 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી આજે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતભરમાં સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરુઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આ ખરીદીનો આરંભ કરાવશે. રાજ્યમાં અંદાજે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩ લાખ ૩૩ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તે તમામ ખેડૂતો પાસેથી એક હજાર ૩૫૬ રૂપિયા અને ૬૦ પૈસા પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.