માર્ચ 27, 2025 3:33 પી એમ(PM) માર્ચ 27, 2025 3:33 પી એમ(PM)

views 5

વિધાનસભામાં આજે કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના પ્રશ્નકાળથી ગૃહની કામગીરી શરૂ થઈ

વિધાનસભામાં આજે કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના પ્રશ્નકાળથી ગૃહની કામગીરી શરૂ થઈ. ગૃહમાં આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક વિભાગના પ્રશ્નોની પણ ચર્ચા થશે. ગૃહમાં આવતીકાલે નિયંત્રક અને મહાલેખા પરિક્ષક- કેગનો અહેવાલ રજૂ કરાશે. કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, આ વર્ષે નવા 525 પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-2ની ભરતી કરાશે.

માર્ચ 25, 2025 2:57 પી એમ(PM) માર્ચ 25, 2025 2:57 પી એમ(PM)

views 8

ગુજરાત વિધાનસભામાં આજે નાણા, ઊર્જા, સહકાર વિભાગ તેમ જ પાણી પૂરવઠા વિભાગના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી

ગુજરાત વિધાનસભામાં આજે નાણા, ઊર્જા, સહકાર વિભાગ તેમ જ પાણી પૂરવઠા વિભાગના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. દરમિયાન કાયદા અને આરોગ્ય વિભાગની માગણીઓ પર ચર્ચા સાથે મતદાન થશે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં ઊર્જામંત્રી કનુ દેસાઈએ કહ્યું: ‘જ્યોતિગ્રામ યોજનાનો લાભ વાડી અને ખેતર સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.’ ખેડૂતોને દિવસે અપાતી વીજળી અંગે માહિતી આપતા શ્રી દેસાઈએ કહ્યું: ‘છોટા ઉદેપુર જિલ્લાના અનેક ગામડાને દિવસે વીજળી અપાય છે. આનાથી વન્ય પ્રાણીઓના ત્રાસ વચ્ચે ખેતી કરતા...

માર્ચ 21, 2025 2:59 પી એમ(PM) માર્ચ 21, 2025 2:59 પી એમ(PM)

views 6

ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ, શ્રમ કૌશલ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નોની ચર્ચા થઈ

ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ, શ્રમ કૌશલ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નોની ચર્ચા થઈ રહી છે. ત્યારબાદ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા કરાશે. સવારે ગૃહમાં રાજ્ય કક્ષાની તકેદારી અને મોનીટરીંગ સમિતિનો પ્રશ્ન અંગે ચર્ચા થઈ. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વધુ બેઠકો બોલાવવા સૂચના કર્યું હતું. જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બેઠકમાં ધારાસભ્યની હાજરી જરૂરી હોય છે, બેઠક અંગે સરકાર દ્વારા...

માર્ચ 11, 2025 3:53 પી એમ(PM) માર્ચ 11, 2025 3:53 પી એમ(PM)

views 6

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિવિધ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરાઇ.

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યોને તેમની સંમતિ વગર વિધાનસભાની કાર્યવાહીનું રેકોર્ડિંગ પ્રદર્શિત ન કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. સૂચનાનું પાલન ન કરનારા સભ્ય સામે કડક કાર્યવાહી કરાશે, તેમ જ આ સૂચનાનો તાત...

ફેબ્રુવારી 25, 2025 3:08 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 3:08 પી એમ(PM)

views 8

આજે વિધાનસભા ગૃહમાં પૂરપ્રકોપને કારણે રાજ્યના ખેડૂતો સહાય ચૂકવવા અને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા અંગેનાં વિરોધ પક્ષે સવાલો પૂછ્યાં

આજે વિધાનસભા ગૃહમાં પૂરપ્રકોપને કારણે રાજ્યના ખેડૂતો સહાય ચૂકવવા અને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા અંગેનો વિરોધ પક્ષ દ્વારા સવાલો પૂછવામાં આવ્યાં હતા ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો.વિપક્ષો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ગૃહમાં અપાયેલાં ઉત્તર અંગે પત્રકારોને માહિતી આપતાં ભાજપના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારોનું કૃષિ મંત્રી દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પાક નુકસાન એનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે બાદ સરકારે ...