જાન્યુઆરી 10, 2025 4:31 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 4:31 પી એમ(PM)

views 3

ગુજરાત વિદ્યાપીઠમાં ભારતીય અને વિદેશી ભાષા સહિતના ટૂંકા ગાળાના વિવિધ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો

ગુજરાત વિદ્યાપીઠમાં ભારતીય અને વિદેશી ભાષા સહિતના ટૂંકા ગાળાના વિવિધ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાપીઠમાં ભારતની 12 અને વિદેશની 9 ભાષાઓને લગતા વિવિધ કોર્ષ ચાલે છે. આ કોર્ષમાં પ્રવેશ માટે 16 જાન્યુઆરી સધી ઓનલાઈન અરજી કરી શકાશે. વધુ માહિતી સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકાશે.

જાન્યુઆરી 1, 2025 6:36 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:36 પી એમ(PM)

views 3

ગુજરાત વિદ્યાપીઠના અમદાવાદના થલતેજના ગ્રામ વિસ્તરણ કેન્દ્રના પુસ્તકાલયને અદ્યતન બનાવાશે

ગુજરાત વિદ્યાપીઠના અમદાવાદના થલતેજના ગ્રામ વિસ્તરણ કેન્દ્રના પુસ્તકાલયને અદ્યતન બનાવાશે. યુવાનો આ વાંચનાલયનો મહત્તમ ઉપયોગ કરે એ પ્રકારે તેનો વિકાસ કરાશે. ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આજે યોજાયેલી ગૂજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાનાગારમાં 30 લાખ રૂપિયાના ખર્ચે નવો અદ્યતન ફિલ્ટરેશન પ્લાન્ટ તૈયાર કરવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો હતો. ગૂજરાત વિદ્યાપીઠના અંભેટીનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મિલેટ્સ અને ચોખાનું ઉત્પાદન કે...