ફેબ્રુવારી 17, 2025 7:00 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 7:00 પી એમ(PM)

views 5

ગુજરાત વડી અદાલત જણાવ્યું છે કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મતારીખ જ માન્ય ગણાશે

ગુજરાત વડી અદાલત જણાવ્યું છે કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મતારીખ જ માન્ય ગણાશે. આ બાબતે ચુકાદો આપતાં વડી અદાલતે જણાવ્યું કે, આધાર કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય ગણાશે નહીં. વડી અદાલતે ઉમેર્યું કે, જન્મ-મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે. હોસ્પિટલના રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય.

ઓગસ્ટ 2, 2024 7:57 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 7:57 પી એમ(PM)

views 7

રાજ્ય સરકારે ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા આદર્શ નિયમો વડી અદાલત સમક્ષ મુક્યા

ગુજરાત વડી અદાલતના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા આદર્શ નિયમો વડી અદાલત સમક્ષ મુક્યા છે.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી ગુજરાત હાઇકોર્ટે સમક્ષ હાથ ધરાયેલી સુઓમોટો અરજી ઉપર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને રાજકોટની ઘટના બાદ ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા મોડેલ નિયમો બનાવવા કહ્યું હતું. જો કે, વડી અદાલતે સરકારને આ નવા નિયમો નોટિફાઇડ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નિયમો દ્વારા જાહેર એમ્યુઝમેન્ટ પાર્કને લાઇસન્સ આપવા...