નવેમ્બર 8, 2024 6:47 પી એમ(PM)
11
ગુજરાત રાજય પરવિહન નિગમ- એસ.ટી. તંત્ર દ્વારા રાજયના ૧૮ હજાર ૩૬૭ ગામડાઓ એટલે કે ૯૯.૩૪ ટકા ગામડાઓમાં મુસાફરોને સેવાઓ પૂરી પાડવામાં આવી
ગુજરાત રાજય પરવિહન નિગમ- એસ.ટી. તંત્ર દ્વારા રાજયના ૧૮ હજાર ૩૬૭ ગામડાઓ એટલે કે ૯૯.૩૪ ટકા ગામડાઓમાં મુસાફરોને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. એસ.ટી.નિગમની કુલ ૮ હજાર ૩૨૦ બસ દરરોજ ૪૨ હજાર થી વધુ રૂટ ઉપર ૩૪ લાખ કિલોમીટરથી વધુ અંતરે મુસાફરોને પ્રવાસની સુવિધા પૂરી પાડે છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દીવ દમણ સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસ.ટી.ની બસ સેવાઓ વિસ્તરેલી છે. ગુજરાતની એસટી પરિવહન સેવાનું સૌથી ઉત્કૃષ્ટ પાસુ તેનું ઈ-ગવર્નન્સ છે. ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન, ઇલેક્ટ્રોનિક...