જાન્યુઆરી 24, 2025 7:43 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:43 પી એમ(PM)

views 4

ગુજરાત યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજના યુવાનોને માતૃભાષાને માન આપવાની અપીલ કરી.

ગુજરાત યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુની અધ્યક્ષતામાં યોજાયો. આ પદવીદાન સમારોહમાં 240 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક તેમજ લૉ વિભાગની વિદ્યાર્થીનીને LLBમાં પ્રથમ ક્રમે આવવા બદલ કુલ 11 જેટલા સુવર્ણચંદ્રક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વેંકૈયા નાયડુએ જણાવ્યું કે જ્ઞાનની સાથે એક ઉમદા ચરિત્રનું ઘડતર પણ ખૂબ જરૂરી છે. તેમણે આજના યુવાનોને માતૃભાષાને માન આપવાની અપીલ કરી હતી. તેમણે આધુનિક સ્માર્ટ ગેજેટના વપરાશની સાથે સાથે પરિવારના સભ્યો સાથે સમય વ્યતીત કરી જિંદગીના ઉમદા પાઠ...

જાન્યુઆરી 24, 2025 7:08 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:08 પી એમ(PM)

views 3

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મીક સેવા મેળામાં આજે મહિષાસુર મદિની આચાર્ય વંદન કાર્યક્રમ યોજાયો

ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મીક સેવા મેળામાં આજે મહિષાસુર મદિની આચાર્ય વંદન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મેળામાં 250થી વધુ હિન્દુ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અગિયાર કુંડી સામાજિક સમરસતા યજ્ઞ, 11થી વધુ મંદિરોના જીવંત દર્શન, 15થી વધુ પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ, વનવાસી ગામ, ગંગા આરતી, કુંભ મેળાનાં દર્શન અને ઈસરો-NCC એ મેળામાં ખાસ આકર્ષણ જમાવ્યું છે.

ડિસેમ્બર 25, 2024 7:34 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 7:34 પી એમ(PM)

views 4

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગામી 5 વર્ષ જાપાનની કંપનીઓમાં તાલીમ મેળવી ઈન્ટર્નશીપ કરી શકશે

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાપાનની કંપનીઓમાં તાલીમ મેળવી ઈન્ટર્નશીપ કરી શકશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, જાપાનની શિઝૂઑકા પ્રિફેકચરના પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન સમજૂતી કરાર કર્યા હતા. શિઝૂઑકાની અર્થવ્યવસ્થા અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કરાયેલા આ કરાર થકી આગામી પાંચ વર્ષ સુધી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાપાનની કંપનીઓમાં તાલીમ મેળવી શકશે. તેમજ વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન ઈન્ટર્નશીપ પણ કરી શકશે. જ્યારે શિઝૂઑકાના પ્રિફેક્ચરના વિદ્યાર્થીઓ પણ ગુજરાત...

નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM) નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM)

views 6

ગુજરાત યુનિ. ખાતે ત્રિદિવસીય બ્રિક્સ એજ્યુકેશન એક્સપીડિશન યોજાયું

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપિડિશન યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રિક્સ અને બ્રિક્સ+ રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ બ્રિક્સ એજ્યુકેશન એકસીપીડિશનમાં ભારતના 20 શહેરોમાંથી 100  યુવાઓએ ભાગ લીધો હતો. આ અભિયાનમાં તાલીમ અને સહયોગી સત્રો યોજાયા હતા.  BEE આંતરરાષ્ટ્રીય યુવા સહકાર "રશિયા-બ્રિક્સ", યુથ અફેર્સ માટેની ફેડરલ એજન્સી, રશિયા, બ્રિક્સ યુથ એલાયન્સ ઇન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને ગયુસેક માટે પ્ર...