ઓક્ટોબર 14, 2024 9:37 એ એમ (AM) ઓક્ટોબર 14, 2024 9:37 એ એમ (AM)

views 4

અંકલેશ્વરમાંથી 5000 કરોડનું ડ્રગ્સ પકડાયું

ભરૂચના અંકલેશ્વરમાંથી ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનને કારણે પાંચ હજાર કરોડના 519 કિલોગ્રામ માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સંયુક્ત કાર્યવાહી દરમિયાન ગઈકાલે મોડીરાત્રે ગુજરાતના અંકલેશ્વરમાં એક કંપનીમાંથી આ માદક પદાર્થ પકડાયો હતો. પોલીસે કંપનીના ત્રણ ડિરેક્ટર, એક સુપરવાઇઝર અને એક દલાલ સહીત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આ તમામને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાંથી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાયા હતા. આ પહેલા આ મહિનાની પહેલી તારીખે દિલ્હી પોલીસના વિશેષ ...

ઓક્ટોબર 4, 2024 3:14 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 3:14 પી એમ(PM)

views 4

નવરાત્રીના આ તહેવારોમાં નાગરીકોની, ખાસ કરીને મહિલાઓની સલામતી માટે ગુજરાત પોલીસે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરી

નવરાત્રીના આ તહેવારોમાં નાગરીકોની, ખાસ કરીને મહિલાઓની સલામતી માટે ગુજરાત પોલીસે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરી છે. આ She Team પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે. અવાવરુ જગ્યાએ સતત પેટ્રોલિંગ પણ કરશે અને ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરવાથી તેમને મદદ પણ કરવામાં આવશે. નવરાત્રી પર્વ દરમ્યાન તમામ શહેર-જિલ્લામાં ૨૦૯ જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. કંટ્રોલરૂમમાંથી CCTV કેમેરા દ્વારા દેખરેખ કરવામાં આવી રહી છે. જેનું ઉચ્ચ પો...

સપ્ટેમ્બર 28, 2024 8:31 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2024 8:31 એ એમ (AM)

views 14

ગુજરાત પોલીસમાં ૧૪,૮૨૦ જગ્યાઓ માટે ભરતી કરાશે : હર્ષ સંઘવી

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં રાજ્યના પોલીસ દળમાં વર્ગ – 3ની વિવિધ શ્રેણીઓમાં કુલ 14 હજાર, 820 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ દળમાં જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે, તેમાં હથિયારી પીએસઆઈ, બિન હથિયારધારી પીએસઆઈ, વાયરલેસ પીએસઆઈ, ટેક્નિકલ ઑપરેટર, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર, જેલ પુરુષ અને મહિલા સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની ૪૫ ...

ઓગસ્ટ 18, 2024 8:14 એ એમ (AM) ઓગસ્ટ 18, 2024 8:14 એ એમ (AM)

views 9

ડાંગ જિલ્લાની પોલીસ પ્રવાસીઓને મિત્ર તરીકે સેવા આપી રહી છે.

ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે માટે પોલીસના જવાનોને 'પોલીસ મિત્ર'ની ભૂમિકા સોંપવામાં આવી છે.જિલ્લા પોલીસ ગૃહરક્ષક અને જીઆરડીના જવાનો ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની મદદ કરી રહ્યા છે. ડાંગ જિલ્લાની પોલીસ પ્રવાસીઓને મિત્ર તરીકે સેવા આપી રહી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાએ વધુમાં જણાવ્યું ...

ઓગસ્ટ 16, 2024 7:55 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 7:55 પી એમ(PM)

views 9

ગુજરાત પોલીસે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલિસીમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો

ગુજરાત પોલીસે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલિસીમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે, જે અંતર્ગત હવે છેતરપિંડી થઈ હોય તેટલા જ નાણાં ફ્રીઝ કરાશે. આ નિર્ણાયક પગલું નાગરિકોની નાણાકીય સુરક્ષા અને અસરગ્રસ્ત લોકોને ન્યાય અપાવવાની ખાતરી દર્શાવે છે. એક યાદીમાં જણાવ્યા મુજબ, ગુજરાત પોલીસના સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ બનનારા વ્યક્તિઓના 2 લાખ 14 હજારથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, સાયબર સેલ રાજ્યના નાગરિકો માટે ડિજિટલ સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવા માટે સક્રિય છે.

ઓગસ્ટ 9, 2024 7:36 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 7:36 પી એમ(PM)

views 4

ગુજરાત પોલીસે છેલ્લા એક અઠવાડીયામાં 836 કરોડ રૂપિયાથી વધુની કિંમતના નશીલા પદાર્થો સહિતના મુદ્દામાલ જપ્ત કર્યો

ગુજરાત પોલીસે છેલ્લા એક અઠવાડીયામાં ૮૩૬ કરોડ રૂપિયાથી વધુની કિંમતના નશીલા પદાર્થો સહિતના મુદ્દામાલ જપ્ત કરી ૧૪ આરોપીઓ સામે ગુના દાખલ કર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિષે વધુ માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્યમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા રાજ્ય સરકારે ડ્રગ્સ સામે અભિયાન જ નહિ, જંગ છેડી છે. અન્ય દેશોમાંથી દરિયાઇ માર્ગે ઘુસાડવામાં આવતા ડ્રગ્સને પકડવામાં ગુજરાત પોલીસ સતત સતર્ક છે. આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટેના ર્કોટિક્સ રિવોર્ડ પોલિસી પણ...

ઓગસ્ટ 2, 2024 7:48 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 7:48 પી એમ(PM)

views 7

ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28 હજાર બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા

ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28 હજાર બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવા ખાતાધારકોને રાહત મળી છે.. પોલીસે બેંક ખાતા ફ્રીઝ કરવા અંગેની તેમની નિતીમાં પણ સુધારો કર્યો છે. વધુમાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42 ટકા છે, જે 2023માં માત્ર 17.93 ટકા હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ અંદાજે 115 કરોડ રૂપિયા છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ અંદાજે 53 કર...