જાન્યુઆરી 29, 2025 6:58 પી એમ(PM)

views 13

ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા 79 સંવર્ગની જગ્યાઓ ભરવા માટે સમયપત્રક જાહેર કરાયું

ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા 79 સંવર્ગની જગ્યાઓ ભરવા માટે સમયપત્રક જાહેર કરાયું છે. તે મુજબ, 160 DySO એટલે કે, ડેપ્યુટી સેક્શન ઑફિસર અને નાયબ મામલતદાર, શિક્ષણ સેવા વર્ગ બેની 300 જગ્યા, રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યા તેમજ વહીવટી સેવા વર્ગ એક અને બેની 100 જગ્યાઓ મળી કુલ એક હજાર 751 વિવિધ જગ્યાઓ પર ભરતી કરાશે તેમ GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું.

જાન્યુઆરી 21, 2025 7:36 પી એમ(PM)

views 10

ગુજરાત જાહેર સેવા આયોગની ભરતીમાં દસ્તાવેજ ચકાસણી થાય ત્યાં સુધી સ્નાતક અને જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી શકાશે

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા લેવાયેલી અન્ન અને નાગરિક પુરવઠા નિગમમાં મદદનીશ મેનેજરની ભરતી પરીક્ષાની આન્સર કીમાં ભૂલો સામે આવી હતી. આ બાબતે GPSCના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે.(બાઇટ: હસમુખ પટેલ – અધ્યક્ષ, ગુજરાત જાહેર સેવા આયોગ) દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્નાતક અને જાતિના અંગેના પ્રમાણપત્ર સહિતના નિર્ણયો અંગે પણ હસમુખ પટેલે માહિતી આપી. (બાઇટ: હસમુખ પટેલ – અધ્યક્ષ, ગુજરાત જાહેર સેવા આયોગ) દરમિયાન નિંબધલક્ષી પ્રશ્નોનાં જવાબની ચકાસણી કરતાં નિષ્ણાંતોનું મહેનતાણું બમણું કરવાનો ...

જાન્યુઆરી 19, 2025 8:13 એ એમ (AM)

views 14

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે, GPSC દ્વારા વર્ગ એક અને 2ની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે.

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે, GPSC દ્વારા વર્ગ એક અને 2ની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે. અત્યાર સુધી GPSCની વિવિધ પરીક્ષા માટે સામાન્ય અભ્યાસના વિષયમાં વિવિધ અભ્યાસક્રમ અમલી હતો એમ GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે.

જાન્યુઆરી 16, 2025 7:46 પી એમ(PM)

views 9

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રાથમિક કસોટીની આન્સર કી જાહેર થયા બાદ રજૂ થતા વાંધાઓ હવે ઓનલાઇન સ્વીકારવામાં આવશે

GPSC એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રાથમિક કસોટી બાદ રજૂ થતા વાંધાઓને લઈ મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત પ્રાથમિક કસોટીની આન્સર કી જાહેર થયા બાદ ઉમેદવારો દ્વારા રજૂ કરાતા વાંધાઓ હવે ઓનલાઇન સ્વીકારવામાં આવશે.આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગનાં અધ્યક્ષ હસમુખ પટેલે વધુ માહિતી આપી (બાઈટ - હસમુખ પટેલ,અધ્યક્ષ,GPSC) 

નવેમ્બર 26, 2024 9:50 એ એમ (AM)

views 11

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક અધિકારીની પરીક્ષામાં ઉમેદવારોએ સંમતિપત્ર ભરવું પડશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક અધિકારીની પરીક્ષામાં ઉમેદવારોએ સંમતિપત્ર ભરવું પડશે. ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે ગઈકાલે જણાવ્યું કે, તાજેતરમાં લેવાયેલી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી છે. ત્યારે આ વખતે સંમતિપત્રમાં કોઈ ફી લેવામાં નહીં આવે. સરકારના પૈસા, સમય ન વેડફાય તે માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે. શ્રી પટેલે ઉમેર્યું, આયોગે 11 કેડરની ભરતીમાં પ્રાથમિક કસોટીમાં ફેરફાર કર્યો છે. આમાં ભાગ એક પ્રશ્નપત્ર તમામ કેડર માટે એકસરખું રહેશે. ...