જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM)

views 9

આવતીકાલે રાજકોટમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 980.37 કરોડના એસટીના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે આવતીકાલે ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂ.૯૮૦.૩૭ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. આ કામોમાં અંદાજીત ૬૩૭.૩૭ લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી. વિભાગીય કચેરી,ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન ૮ હાઈટેક વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે. આરામદાયક લેધર પુશબેક સીટ, સી.સી.ટી.વી. કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયરસેફ્ટી માટે અદ્યતન સ્પ્રીંકલ સિસ્ટમ, સ્મોક ડીટેકટર અલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એક્ઝ...

ડિસેમ્બર 8, 2024 8:10 એ એમ (AM)

views 18

ગુજરાત એસટી નિગમ દ્વારા ખાલી પડેલી 1 હજાર 658 હેલ્પરની જગ્યા પર ભરતી જાહેર કરાઇ

ગુજરાત એસટી નિગમ દ્વારા ખાલી પડેલી 1,658 હેલ્પરની જગ્યા પર ભરતી જાહેર કરાઇ છે. આ ભરતી કરાર આધારિત 5 વર્ષ માટેની રહેશે. જે ઉમેદવારોની પસંદગી થશે તેમને દર મહિને 21 હજાર એકસો રૂપિયા ફિક્સ પગાર ચૂકવમાં આવશે. ઉમેદવારો 5 જાન્યુઆરી સુધી ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે. જેમાં ઉમેદવારોએ પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફરજિયાત આપવાનું રહેશે. હેલ્પરની કુલ 1,658 જગ્યામાંથી બિન અનામત, આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પક્ષાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ માજી સૈનિક અને દિવ્ય...

નવેમ્બર 9, 2024 10:23 એ એમ (AM)

views 15

વિશ્વ જાહેર પરિવહન દિવસ : ગુજરાત એસટી નિગમ ખરેખર આજના દિવસને સાર્થક કરી રહ્યું છે

આજે ૧૦ નવેમ્બર એટલે વિશ્વ જાહેર પરિવહન દિવસ છે. ત્યારે ગુજરાતનું એસટી નિગમ ખરેખર આજના દિવસને સાર્થક કરી રહ્યું છે. ગુજરાત રાજય પરવિહન નિગમ- એસ.ટી. તંત્ર દ્વારા રાજયના ૧૮ હજાર ૩૬૭ ગામડાઓ એટલે કે ૯૯.૩૪ ટકા ગામડાઓમાં મુસાફરોને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. એસ.ટી.નિગમની કુલ ૮ હજાર ૩૨૦ બસ દરરોજ ૪૨ હજારથી વધુ રૂટ ઉપર ૩૪ લાખ કિલોમીટરથી વધુ અંતરે મુસાફરોને પ્રવાસની સુવિધા પૂરી પાડે છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દીવ દમણ સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસ.ટી.ની બસ સેવાઓ વિસ્તરેલ...