ફેબ્રુવારી 22, 2025 11:00 એ એમ (AM) ફેબ્રુવારી 22, 2025 11:00 એ એમ (AM)

views 69

બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે જરૂરી : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે જરૂરી છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આજના યુવાનોમાં સાહિત્ય ક્ષેત્રમાં રસ ઘટતો જઈ રહ્યો છે ત્યારે નવી પેઢી સુધી માતૃભાષાનો વારસો પહોંચાડવાનું કાર્ય આપણી જવાબદારી છે.

ફેબ્રુવારી 21, 2025 7:13 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 7:13 પી એમ(PM)

views 19

ગુજરાતી ભાષાનો મહત્તમ ઉપયોગના સંકલ્પ સાથે આજે વિશ્વ માતૃભાષા દિનની રાજ્યભરમાં ઉજવણી

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી... આ પંક્તિને સાર્થક કરનાર આજનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ... કચ્છી, કાઠીયાવાડી, સુરતી, અમદાવાદી, નાગર, પારસી.. આ બધી લઢણ ને ભાવ સાથે ગુજરાતીઓને એક તાંતણે જોડતો ભાષા સેતુ એટલે આપણી માતૃભાષા ગુજરાતી... ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત માતૃભાષા અભિયાન સંસ્થાના કાર્યકર અને લેખક હરિશ ખત્રીએ માતૃભાષાનાં મહત્વ અંગે વાત કરતાં આ મુજબ પ્રતિભાવ આપ્યો હતો. રાજપીપલાની સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ સામુહિક પ્રતિજ્ઞા લઈ મારાં હસ્તાક્...

સપ્ટેમ્બર 10, 2024 7:29 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2024 7:29 પી એમ(PM)

views 7

ગુજરાતી ભાષાના સાત વાર્તાકારોને ધૂમકેતુ નવલિકા પુરસ્કાર અપાશે

ગુજરાતી ભાષાના સાત વાર્તાકારોને ધૂમકેતુ નવલિકા પુરસ્કાર અપાશે. ગૂર્જર પરિવાર અને ધૂમકેતુ પરિવારના સંયુક્ત ઉપક્રમે આગામી 14મી સપ્ટેમ્બરે વાર્તાકાર - રામ મોરીને “મહોતુ”, અજય સોનીને “ રેતીનો માણસ” , વિજય સોનીને “ વૃદ્ધ રંગાટી બજાર ”, જયંત રાઠોડને “ ધોલી ધૂળ ”, રાકેશ દેસાઇને “ ટ્રાયલ રૂમ ”, ધર્મેન્દ્ર ત્રિવેદીને “પુષ્પક”, અને રાજેશ અંતાણીને તેમના “ ખાલી થતું ગામ” વાર્તાસંગ્રહ માટે આ પુરસ્કાર એનાયત કરાશે..