ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM)
9
ગુજકેટની પરીક્ષા આગામી 23મી માર્ચે યોજાશે
ગુજકેટની પરીક્ષા આગામી 23મી માર્ચે યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 23મી માર્ચે રવિવારના રોજ સવારે 10 થી બપોરના 4 કલાક દરમ્યાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે ગુજકેટ પરીક્ષા યોજાશે. ગુજકેટ પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપી શકાશે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા લેવાતી કોમન એન્ટરન્સ ટેસ્ટ ગુજકેટ પરીક્ષા ફરજીયાતપણે આપવાની હોય છે.