માર્ચ 19, 2025 6:56 પી એમ(PM) માર્ચ 19, 2025 6:56 પી એમ(PM)

views 10

ગીર સોમનાથના આદ્રી બીચ ખાતે બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ભાઈઓ માટેની ૩૪મી વીર સાવરકર તરણ સ્પર્ધા-૨૦૨૫નો પ્રારંભ થયો

ગીર સોમનાથના આદ્રી બીચ ખાતે બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ભાઈઓ માટેની ૩૪મી વીર સાવરકર તરણ સ્પર્ધા-૨૦૨૫નો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર દ્વારા સ્પર્ધકો માટે ન્યૂટ્રિશન સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ (૨૧ નોટીકલ માઈલ) અને બહેનો માટેની સ્પર્ધા આદ્રીથી વેરાવળ (૧૬ નોટીકલ માઈલ) વચ્ચે યોજાઈ રહી છે. આ તરણ સ્પર્ધામાં ગુજરાતના ૨૦, કર્ણાટકના ૧, મહારાષ્ટ્રના ૧૨, પશ્ચિમ બંગાળના ૦૪ એમ વિવિધ રાજ્યના ૩૭ સ્પર્ધકોએ ભાગ લ...

ફેબ્રુવારી 20, 2025 7:18 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:18 પી એમ(PM)

views 6

ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા નગરપાલિકાના સફાઈકર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાઈ ગયો

ગીર સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા નગરપાલિકાના સફાઈકર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાઈ ગયો. જેમાં નગરપાલિકા દ્વારા વન વે કમ્યુનિકેશન પ્રસારણનું આયોજન કરી સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથે જ સફાઈ કામદારો તેની આરોગ્ય માટે સૂત્રાપાડા તાલુકા આરોગ્ય કચેરીના સહયોગથી આરોગ્ય કેમ્પના માધ્યમથી વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

ફેબ્રુવારી 13, 2025 8:24 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 8:24 એ એમ (AM)

views 7

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં 4 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પરના અનધિકૃત દબાણને દૂર કરાયું.

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં 4 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પરના અનધિકૃત દબાણને દૂર કરાયું. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ કડક કાર્યવાહીમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકની અંદાજિત 3 હજાર 200 ચોરસ મીટર જમીન પર એક વ્યક્તિએ ગેરકાયદેસર કબજો કરી તેનો વ્યાવસાયિક ઉપયોગ કરાઈ રહ્યો હતો. મેરીટાઇમ બોર્ડના અધિકારીઓ દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરાતા તાત્કાલિક અસરથી આ દબાણને દૂર કરી જમીનને ખાલી કરાઇ હતી.

ફેબ્રુવારી 6, 2025 3:23 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 3:23 પી એમ(PM)

views 9

ગીર સોમનાથ જિલ્લામાં ખનીજના ગેરકાયદેસર ખનન સામે ગઈ કાલે કાર્યવાહી કરવામાં આવી હતી

ગીર સોમનાથ જિલ્લામાં ખનીજના ગેરકાયદેસર ખનન સામે ગઈ કાલે કાર્યવાહી કરવામાં આવી હતી. ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ છ ચકરડી મશીન, બે જનરેટર મશીન અને એક ટ્રેકટર સહિત અંદાજિત 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગીર ગઢડાના રાતડ ખાતેથી લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન કરનાર એક ટ્રેકટર જપ્ત કરાયું હતું.

જાન્યુઆરી 18, 2025 8:15 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:15 એ એમ (AM)

views 10

ગીર સોમનાથના ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચને હવે વિકસાવવામાં આવશે.

ગીર સોમનાથના ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચને હવે વિકસાવવામાં આવશે. આ બીચ પણ દેશ અને દુનિયામાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. આગામી 24, 25 અને 26 જાન્યુઆરીનાં રોજ અહીં બીચ ફેસ્ટિવલ રંગારંગ રીતે ઉજવાશે.આ બીચને ડેવલપ કરવાનું બીડુ ગીર સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઉઠાવ્યું છે. જેને લઈને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા વધુ પ્રતિક્રિયા આપી.

ઓગસ્ટ 18, 2024 8:29 એ એમ (AM) ઓગસ્ટ 18, 2024 8:29 એ એમ (AM)

views 11

રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે ‘પ્રાદેશિક સરસ મેળા’નું આયોજન

રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે 'પ્રાદેશિક સરસ મેળા'નું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી કરાયું હતું. આ મેળામાં ૪૫ જેટલા સ્વ-સહાય જૂથોની ૩૫૦થી વધુ મહિલાઓ ભાગ લઈને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને વેચાણ માટે પ્રદર્શિત કરી રહી છે.