માર્ચ 12, 2025 6:34 પી એમ(PM) માર્ચ 12, 2025 6:34 પી એમ(PM)

views 5

ગીરસોમનાથ જિલ્લાના કોડીનારના ખનીજચોરો સામે કડક કાર્યવાહી કરી

ગીરસોમનાથ જિલ્લાના કોડીનારના ખનીજચોરો સામે કડક કાર્યવાહી કરી તેમને 75 કરોડ 23 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. ગીરસોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, મહેસૂલ વિભાગ અને ખાણ ખનીજ કચેરીની સંયુક્ત ટુકડીએ 14 લાખ 93 હજાર 126 મેટ્રિક ટન લાઈમસ્ટૉનની ખનીજચોરી બદલ આ દંડ કર્યો છે. કોડિનાર તાલુકામાંથી ત્રણ લાખ 7 હજાર 533 મેટ્રિક ટન, પાંચ લાખ 40 હજાર 562 મેટ્રિક ટન અને ત્રણ લાખ 12 હજાર 924 મેટ્રિક ટન, ત્રણ લાખ 32 હજાર 107 મેટ્રિક ટન ગેરકાયદેસર ખનીજચોરી પકડવામાં આવી છે. આ તમામની દંડની રકમ વસૂલવા અંગે તંત...

ડિસેમ્બર 27, 2024 7:20 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:20 પી એમ(PM)

views 6

ગીરસોમનાથ જિલ્લામાં તાલાળા તાલુકાના ધ્રામણવા ગામમાં જિલ્લા સામાજિક ઑડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે માહિતી આપવામાં આવી

ગીરસોમનાથ જિલ્લામાં તાલાળા તાલુકાના ધ્રામણવા ગામમાં જિલ્લા સામાજિક ઑડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે માહિતી આપવામાં આવી હતી. સામાજિક ઑડિટ અંતર્ગત યોજાયેલી ગ્રામસભામાં ગ્રામ ગ્રામજનોને તેમના પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. તેમજ NSAP અંતર્ગતના લાભો અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર કરાયો હતો. તેમજ વધુને વધુ લોકો સરકારી યોજનાઓનો લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવી હતી.

નવેમ્બર 15, 2024 3:45 પી એમ(PM) નવેમ્બર 15, 2024 3:45 પી એમ(PM)

views 3

ગીરસોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ખાતે જન જાતીય દિવસ ની ઉજવણી કરવામાં આવી

ગીરસોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ખાતે જન જાતીય દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ કહ્યું કે આદિવાસી સમાજ માટે આ ગૌરવનો દિવસ છે. આજે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીના પ્રસંગે આદિવાસી બહુમતી ધરાવતા વિસતારોમાં સરકરની વિવિધ યોજનાના લાભો અપાયા હતા.