ફેબ્રુવારી 6, 2025 7:40 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 7:40 પી એમ(PM)
2
ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે
ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે. સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1 લાખ 55 હજાર 659 થી વધીને 2024માં 2 લાખ 13 હજાર 391 થઈ છે. કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે આજે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે શાકાહારી પ્રાણીઓના વસ્તી વધારાના વલણો પર નજર રાખવા અને વિસ્તારમાં શિકાર માટે પ્રાણીઓ ઉપલબ્...