ફેબ્રુવારી 22, 2025 8:32 એ એમ (AM)

views 27

વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકવો પડે : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે જ્યારે આપણે વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકવો જ પડે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેના ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે દેશના કુલ GDPમાં ગુજરાતનું યોગદાન 8.3% છે, અને તેને વર્ષ 2030 સુધીમાં 10 ટકા સુધી લઇ જવાનું ગુજરાતનું લક્ષ્ય છે. આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલના હસ્તે 3 હજાર 600 કરોડ રૂપિયાથી વધુના લાભોનું વિતરણ કરાયું હતું. દરમિયાન GIDCના 480 કરોડ રૂપિયાના 5...

ફેબ્રુવારી 21, 2025 7:08 પી એમ(PM)

views 19

ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આજથી બીજી માર્ચ સુધી દસ દિવસીય વસંતોત્સવનો પ્રારંભ થયો

ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આજથી બીજી માર્ચ સુધી દસ દિવસીય વસંતોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતાં કાર્યક્રમો, લોકનૃત્યો, લોકકલાના જીવંત પ્રદર્શન માણી શકાશે. તેમજ પરંપરાગત હસ્તકલાની પ્રદર્શન સહ વેચાણ પણ કરવામાં આવશે. બપોરના બે થી રાત્રીના 10 વાગ્યા સુધી આગામી 10 દિવસ સુધી વિવિધ રાજ્યોની કલા અને સંસ્કૃતિ પ્રદર્શિત કરતાં કાર્યક્રમો યોજાશે.જેમાં આજે પ્રથમ દિવસે રાજ્યના તુરી બારોટ સમાજના કલાકારો દ્વારા બેડા નૃત્ય, ઓરીસ્સાના કલાકારો ગોટીપુઆ નૃત્ય સહિત તમિલનાડુ, મણિપ...

ફેબ્રુવારી 18, 2025 9:54 એ એમ (AM)

views 120

રાજ્યમાં ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક જાહેર

રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓનાં ધોરણ ત્રણથી ધોરણ 8 સુધીનાં વિદ્યાર્થીઓની દ્વિતીય સત્રાંત પરીક્ષા 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન યોજાશે. સમગ્ર રાજ્યની શાળાઓમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક જારી કરવામાં આવ્યું છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આ પરીક્ષા માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરીને તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને આપવામાં આવ્યું છે.

ફેબ્રુવારી 18, 2025 9:41 એ એમ (AM)

views 31

આજથી રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ

રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આજથી 9 માર્ચ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. 14 માર્ચથી વિવિધ ખરીદી કેન્દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે, એમ સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. વર્ષ 2024-25ની સિઝનમાં ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 650 રૂપિયા અને રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 950 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

ફેબ્રુવારી 18, 2025 9:05 એ એમ (AM)

views 46

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતગણતરી શરૂ

રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગર પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ સવારે સાત વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મતગણતરી પહેલા તમામ ઇવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યાં હતા. રાજ્યમાં રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું હતુ. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 44.32 ટકા, જ્યારે 66 નગરપ...

ફેબ્રુવારી 17, 2025 7:03 પી એમ(PM)

views 12

ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન – NIPER પરિસર ખાતે આજથી ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો

ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન - NIPER પરિસર ખાતે આજથી ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે.આ સેમિનારનો મુખ્ય વિષય કેન્દ્રીય ચેતાતંત્રની ખામી માટે મિકેનિઝમથી મેડિસિન છે, જેમાં ભારત, ફ્રાન્સ, જર્મની, સાઉથ કોરિયા, જાપાન અને અમેરિકા સહિતના દેશના આશરે 73 થી વધુ વિધાર્થીઓ જોડાશે. આ અંગે સંસ્થાના નિદેશક પ્રો, શૈલેન્દ્ર સરાફે વધુ માહિતી આપી હતી.

ફેબ્રુવારી 17, 2025 6:08 પી એમ(PM)

views 16

ગાંધીનગરના જુના સચિવાલયમાં આજે આગ લાગવાની ઘટના બની

ગાંધીનગરના જુના સચિવાલયમાં આજે આગ લાગવાની ઘટના બની હતી. બ્લોકનંબર 7 માં આવેલી ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની કચેરીના સર્વર રૂમમાં આગ લાગી હતી.આગની ઘટનાની જાણ થતાં ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. આ અંગે વધુ માહિતી ફાયર અધિકારી રાજેશ પટેલે વધુ માહિતી આપી.  

ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM)

views 14

આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી અગ્રેસર : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.” ગાંધીનગરના નીલાંબર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા આઠમા વાર્ષિક સ્મારક વ્યાખ્યાયનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉપરોક્ત બાબત જણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ગત 10 વર્ષમાં દેશભરમાં માઓવાદ અને નક્સલવાદ સામેની લડાઈમાં મહત્વની સફળતા મળી છે, જેના કારણે અનેક રાજ્યના વિકાસમાં વધારો થયો છે.” આ વ્યાખ્યાન માળા કાર્યક્રમ ભારતીય વાયુસેનાના એકમાત્ર પરમવી...

ફેબ્રુવારી 15, 2025 8:59 એ એમ (AM)

views 49

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેકે આદતો અને વિચારો બદલવા પડશે : રાજ્યપાલ

પેટ્રોલિયમ પેદાશો, ગેસ, ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેક વ્યક્તિએ પોતાની આદતો અને વિચારો બદલવા પડશે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકોને અપીલ કરી છે. અમદાવાદમાં તેલ અને ગેસ સંરક્ષણ પખવાડિયા- સંરક્ષણ ક્ષમતા મહોત્સવ 'સક્ષમ'ની રાજ્યવ્યાપી ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલે આ અભિયાનને જન આંદોલન બનાવવાની હાકલ કરી હતી. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાશે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ સહિત પેટ્રોલિયમ પેદાશોનો કુલ વપરાશ 234 મિલિયન મેટ્રિક ટન : 88% ઈંધણની આયાત કરવી પડે છે : જે...

ફેબ્રુવારી 15, 2025 8:40 એ એમ (AM)

views 63

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા સરકાર હંમેશાં તત્પર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર દરેક યુવાનને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશાં તત્પર છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા અમદાવાદમાં ગુજરાત સ્ટાર્ટ-અપ્સ ફ્યુઅલિંગ ઇનોવેશન ઍન્ડ ઈકોનોમિક ગ્રોથ વિષય પર આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટ અપને લઈને કોઈપણ વિચાર આવે અને એ વિચારને જમીન પર ઉતારવાનો થાય તેમાં રાજ્ય સરકાર મદદરૂપ બની છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસરની ભૂમિકામાં રહ્યું છે....