માર્ચ 21, 2025 6:19 પી એમ(PM)

views 19

ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન સંસ્થાન NIPER ખાતે બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું

ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન સંસ્થાન NIPER ખાતે બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઔષધીય શિક્ષણ સાથે જોડાયેલા વિધાર્થીઓએ જોર્ડન, મલેશિયા, અમેરિકાના નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવ્યું. આ સંમેલનમાં15સંવાદ યોજાયા જેમાં 7 આંતરરાષ્ટ્રીય અને 8 રાષ્ટ્રીય વક્તાઓ હતા. આ કાર્યક્રમમાં 145 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

માર્ચ 9, 2025 7:16 પી એમ(PM)

views 24

ગાંધીનગરના શેરથા ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરાયું હતું.

ગાંધીનગરના શેરથા ખાતે પ્રજાપતિ સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમાજને આગળ વધારવાના પ્રયત્નોથી ચોક્કસ પરિણામ સારું મળી શકે છે.તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ"કાર્યમંત્ર થકી સૌને આગળ વધવા અપીલ કરી હતી.શેરથા ખાતે સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવતા પ્રજાપતિ સમાજે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

માર્ચ 5, 2025 6:24 પી એમ(PM)

views 24

ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, 2024-25’ નું આયોજન કરાયું

ગાંધીનગર ખાતે 'અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા,2024-25' નું આયોજન કરાયું છે,જેનું સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું. 7માર્ચ સુધી યોજાનારી આ સ્પર્ધામાં 13રાજ્યો,12 પ્રાદેશિક રમતગમત બોર્ડ અને 4 કેન્દ્રશાસિતપ્રદેશની 29 ટીમના 409 ખેલાડીઓ તથા અધિકારીઓ સહભાગી થશે.

ફેબ્રુવારી 27, 2025 9:28 એ એમ (AM)

views 33

ઊંઝા ખાતે દેશના પ્રથમ એકસકલુઝિવ કન્ટેનર યાર્ડનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉદઘાટન કર્યું

ઊંઝા ખાતે ભારતના પહેલા એક્સક્લુજીવ રેલવે કન્ટેનર યાર્ડનું રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઊંઝા ક્લસ્ટર એક્સપોર્ટર્સ અને અમદાવાદ ડિવિઝનના સહયોગથી એક ખાનગી કંપનીના સહયોગથી મસાલાનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ, ઊંઝાથી મુંદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના કરવામાં આવ્યો. મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં સરળતાથી પહોંચશે. દર વર્ષે 65 હજાર કન્ટેનર આ યાર્ડથી સપ્લાય થશે.

ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM)

views 32

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સવારે નર્મદા જિલ્લાનાં એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાજ્યની ચાર દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ મૂર્મું નર્મદા અને કચ્છ જીલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં બે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ફેબ્રુવારી 27, 2025 8:23 એ એમ (AM)

views 26

આજથી બોર્ડની ધો. 10 અને 12 ની પરીક્ષા, શિક્ષણ મંત્રીઓ ડિંડોર અને પાનશેરિયા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવશે

આજથી રાજ્યમાં આજથીગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં S.S.C.ના 9 લાખથી વધુ, H.S.C. ના 4 લાખથી વધુ અને H.S.C. સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિધાર્થીઓનો સમાવેશ થાય છે. બોર્ડની પરીક્ષાના અનુલક્ષમાં રાજ્યના શિક્ષણ મંત્રીઓ ડૉ. કુબેર ડિંડોર અને પ્રફુલ પાનશેરિયા ગાંધીનગર સરગાસણ ખાતે આવેલ રેડિયન સ્કૂલમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિધ...

ફેબ્રુવારી 25, 2025 8:50 એ એમ (AM)

views 4

રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમજ રાજ્યના ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબધ્ધ છે. ગઈકાલે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના 19માં હપ્તાના ચૂકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 19મા હપ્તામાં રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને એક હજાર 148 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. ડાંગના વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો 'કિસાન સન્માન' સમારોહમાં ...

ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM)

views 30

વિકસિત ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ સાથે પર્યાવરણની જાળવણી કરવા મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણમાટે વરસાદી પાણીનો સંગ્રહ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણને સહજ સ્વભાવ બનાવવા નાગરિકોને અપીલ કરી છે. અમદાવાદમાં ગઈકાલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદાના પાણીનું વિતરણ નેટવર્ક, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 24 કલાક વીજળીથી ગુજરાત દેશના વિકાસનું આદર્શ રાજ્ય બન્યું છે.” આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે ભારતમાં સેમિ-કન્ડક્ટરની પહેલી ચી...

ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM)

views 18

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાશે. તેમાં રાજ્યના 51 લાખ 41 હજારથી વધુ ખેડૂત પરિવારને એક હજાર 148 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે એમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. આ તરફ નવસારીમાં યોજાનારા કિસાન સન્માન સમારોહમા...

ફેબ્રુવારી 22, 2025 11:00 એ એમ (AM)

views 79

બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે જરૂરી : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે જરૂરી છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આજના યુવાનોમાં સાહિત્ય ક્ષેત્રમાં રસ ઘટતો જઈ રહ્યો છે ત્યારે નવી પેઢી સુધી માતૃભાષાનો વારસો પહોંચાડવાનું કાર્ય આપણી જવાબદારી છે.