સપ્ટેમ્બર 27, 2024 7:44 પી એમ(PM)

views 17

રાજ્યભરમાં આજથી ૧૪ માં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ થયો

રાજ્યભરમાં આજથી ૧૪ માં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ થયો છે. કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં ૧૨ હજાર કરતાં વધારે લાભાર્થીઓને ૩.૬૬ કરોડ રૂપિયાથી વધુ રકમના લાભો વિતરીત કરાયા. આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં મહીસાગર જીલ્લાના લુણાવાડા હસ્તે ૧ હજાર ૮૭૭ લાભાર્થીઓને ૩૨૯.૪૫ લાખથી વધુના સાધન-સહાય-ચેકનું વિતરણ કરાયું. ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ૨૭ હજારથી વધુ લાભાર્થીઓને કુલ ૧૦૧.૩૭ કર...

સપ્ટેમ્બર 26, 2024 8:05 પી એમ(PM)

views 15

રાજ્યભરમાં આવતીકાલે ગરીબ કલ્યાણ મેળા યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠા શહેરમાં રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાને ખુલ્લો મૂકશે

રાજ્યભરમાં આવતીકાલે ગરીબ કલ્યાણ મેળા યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે બનાસકાંઠા શહેરમાં રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાને ખુલ્લો મૂકશે. આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી કુવરજી બાવળીયા પણ ઉપસ્થિત રહેશે. વલસાડમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ, જામનગરમાં કૃષિ મંત્રી રઘવાજી પટેલ તો મહેસાણામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને દેવભૂમિ દ્વારકામાં મુળુભાઇ બેરા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું ઉદ્ઘાટન કરશે. રાજયભરમાં અલગ અલગ જિલ્લાઓમાં યોજાનાર જિલ્લા કક્ષાના મેળાઓમાં રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ...