ઓક્ટોબર 24, 2024 8:48 એ એમ (AM) ઓક્ટોબર 24, 2024 8:48 એ એમ (AM)

views 4

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગના વડા એ.કે.દાસે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યને અસર કરે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું દાના વાવાઝોડું ઓડિશા અને પશ્વિમ બંગાળના તટીય વિસ્તારો ઉપરથી પસાર થશે જેની ખાસ અસર ગુજરાત પર વર્તાવાની શક્યતા નહીંવત છે.

ઓક્ટોબર 9, 2024 9:24 એ એમ (AM) ઓક્ટોબર 9, 2024 9:24 એ એમ (AM)

views 6

રાજ્યમાં ગરમીમાં ક્રમશઃ વધારો : રાજકોટ, ડીસા, ભુજ , નલિયા, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી ગરમીને પગલે વીજ માંગમાં વધારો

ચોમાસાની વિદાય સાથે રાજ્યમાં ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર થયું હતું.આગામી ત્રણ દિવસમાં તે 39 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન છેલ્લાાં ચાર દિવસમાં ચાર ડિગ્રીથી વધ્યું છે.ગઈ કાલે રાજકોટ, ડીસા, ભુજ, નલિયા, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી, રાજકોટ,વલ્લભ વિદ્યાનગર, વડોદરા, સુરતમાં 37 ડિગ્રી અને વડોદરા, ભાવનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી એક સપ્તાહ ગરમીથી રાહત મળવાની સંભાવના નહીંવત છે....

ઓક્ટોબર 8, 2024 10:43 એ એમ (AM) ઓક્ટોબર 8, 2024 10:43 એ એમ (AM)

views 2

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લેતાં જ ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લેતાં જ ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. ગઈ કાલે અમદાવાદ સહિત રાજ્યનાં આઠ શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું હતું. નલિયામાં સૌથી વધુ 38.2 તાપમાન હતું, જ્યારે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ હતું. છેલ્લાં ચાર દિવસમાં શહેરનાં મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરી છે. ગઇ કાલે,સુરતમાં 37.2, રાજકોટમાં 36.8 ડિગ્રી, ડાંગમાં...

જૂન 18, 2024 3:27 પી એમ(PM) જૂન 18, 2024 3:27 પી એમ(PM)

views 14

દેશના ઉત્તરીય ભાગોમાં આજે પણ અતિશય ગરમીની સ્થિતિ યથાવત્ રહેશે

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, દેશના ઉત્તરીય ભાગોમાં આજે પણ ગરમીના મોજાંથી અતિશય ગરમીની સ્થિતિ યથાવત્ રહેશે. ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને ઝારખંડના કેટલાક ભાગોમાં ગરમીના મોજાંની સ્થિતિની સંભાવના છે.હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ત્રણ દિવસ સુધી ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસા...