ફેબ્રુવારી 24, 2025 7:59 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 7:59 પી એમ(PM)

views 5

રાજકોટની હોસ્પિટલમાં વીડીયો અપલોડ કરવાનો કેસ અને ખ્યાતિ હોસ્પિટલના મામલે ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરાઇ હોવાનો સરકારનો વિધાનસભામાં જવાબ

વિધાનસભામાં ખ્યાતિ હોસ્પિટલના મુદ્દે પૂછાયેલા પ્રશ્નો ઉત્તર આપતા આરોગ્ય મંત્રીએ ગૃહમાં જણાવ્યુ હતું કે ખ્યાતિ હોસ્પિટલની ઘટનાના કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરીને તમામ આરોપીની ઘરપકડ કરીને સમયસર ચાર્જશીટ કરવામાં આવી છે તેમજ આરોપી કાર્તિક પટેલ વિરૂધ્ધની પુરવણી ચાર્જશીટ પણ ટુંક સમયમાં કરાશે.ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત કોઇ તબીબ પર સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનો કદાચિત ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો હોવાનો પણ તેમણે તેમના જવાબમા ઉલ્લેખ કર્યો હતો.ખ્યાતિ ઘટના પહેલા PM...

ડિસેમ્બર 27, 2024 3:39 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 3:39 પી એમ(PM)

views 7

ખ્યાતિ હોસ્પિટલ ગેરરિતી કેસમાં ગુનાશોધક શાખાએ ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી

ખ્યાતિ હોસ્પિટલ ગેરરિતી કેસમાં ગુનાશોધક શાખાએ ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે. મિલાપ પટેલે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનાં લાખો ગેરકાયદેસર કાર્ડને મંજૂરી આપી હતી. ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ ઓફિસર-DPC તરીકે તેનું કામ હોસ્પિટલ સાથે સંકલન અને સમીક્ષા કરવાનું હતું.

નવેમ્બર 27, 2024 7:22 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:22 પી એમ(PM)

views 6

ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં પડકાયેલા પાંચ આરોપીઓને અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં પડકાયેલા પાંચ આરોપીઓને અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખ્યાતિકાંડ મામલે ફરાર આરોપીઓમાંથી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર ચિરાગ પટેલ, પ્રતિક ભટ્ટ, મિલિન્દ પટેલ, રાહુલ જૈન અને અંકિત પટેલને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરતાં અદાલચે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

નવેમ્બર 14, 2024 7:18 પી એમ(PM) નવેમ્બર 14, 2024 7:18 પી એમ(PM)

views 4

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુનાં કેસમાં પોલીસે આજે દર્દીઓની સર્જરી કરનાર ડોકટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુનાં કેસમાં પોલીસે આજે દર્દીઓની સર્જરી કરનાર ડોકટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી છે. અમારા અમદાવાદ જિલ્લાના પ્રતિનિધી આશિષ પંચાલ જણાવે છે કે, ડોક્ટર વઝીરાણીની ધરપકડ કરીને મેડિકલ તપાસ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીનાં 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાના બોરીસણા ગામમાંથી મેડીકલ કેમ્પ કર્યા બાદ કેટલાંક દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં એન્જિયોપ્લાસ...

નવેમ્બર 14, 2024 3:36 પી એમ(PM) નવેમ્બર 14, 2024 3:36 પી એમ(PM)

views 7

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુનાં કેસમાં પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આજે દર્દીઓની સર્જરી કરનાર ડોકટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી છે

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુનાં કેસમાં પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આજે દર્દીઓની સર્જરી કરનાર ડોકટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી છે. અમારા અમદાવાદ જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, ડોક્ટર વઝીરાણીની ધરપકડ કરીને મેડિકલ તપાસ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમને આજે સાંજે કોર્ટમાં રજુ કરવામાં આવે તેવી શકયતા છે.