જાન્યુઆરી 3, 2025 7:44 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 7:44 પી એમ(PM)

views 16

ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનાં 182 દૂધનાં ટેન્કરોની આકસ્મિક તપાસ હાથ ધરી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનાં કુલ 182 થી વધુ દૂધનાં ટેન્કરોની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આશરે 22 લાખ લીટર દૂધની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશન ડૉ. એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યની જુદી જુદી સરહદી પર સઘન તપાસ હાથ ધરીને પરપ્રાંતથી આવતાં દૂધનાં ટેન્કરોની ચકાસણી કરવામાં આવી હતી. (બાઈટ -- ડૉ. એચ.જી. કોશિયા)

ઓક્ટોબર 26, 2024 9:46 એ એમ (AM) ઓક્ટોબર 26, 2024 9:46 એ એમ (AM)

views 4

ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત ગાંધીનગરમાંથી 7 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો કબજે કર્યો.

ગાંધીનગર જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ખાદ્ય સુરક્ષા પખવાડિયા અંતર્ગત શંકાસ્પદ 842 કિલો ઘી અને 898 કિલો મીઠો માવો જપ્ત કર્યાના અહેવાલ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, તંત્રએ જિલ્લાના વિવિધ સ્થળો પર ચકાસણી દરમિયાન અંદાજિત 7 લાખ 50 હજાર 580 રૂપિયાની કિંમતનો જથ્થો કબજે કર્યો છે. તંત્રએ માવો, ઘી, તેલ, બરફી, મિઠાઈ, ફરસાણ, સુકામેવા સહિતની બનાવટોના કુલ 172 જેટલા નમૂના લઈ તેને રાજ્યની ખાદ્ય પ્રયોગશાળામાં તપાસ માટે મોકલ્યા છે. ખાદ્ય સુરક્ષા પખવાડિયામાં જનજાગૃતિ લાવવા માટે ક...