ડિસેમ્બર 3, 2024 7:42 પી એમ(PM)

views 14

રાજ્યમાં ત્રીજા તબક્કાનો ખેલ મહાકુંભ પાંચમી ડિસેમ્બરથી 31 માર્ચ, 2025 દરમિયાન યોજાશે

રાજ્યમાં ત્રીજા તબક્કાનો ખેલ મહાકુંભ પાંચમી ડિસેમ્બરથી 31 માર્ચ, 2025 દરમિયાન યોજાશે. રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે,આ ખેલ મહાકુંભ અંતર્ગત 39 રમતો, 32 ઓલિમ્પિક રમતો, 7 અન્ય રમતો, જ્યારે વિશેષ ખેલ મહાકુંભ અંતર્ગત 25 પેરા- રમતોનું આયોજન કરાશે. સંઘવીએ ઉમેર્યું કે, નવા ફેરફારો, વિજેતા ખેલાડીઓને પુરસ્કાર તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટેનો વિશેષ ખેલ મહાકુંભ જેવી નવી બાબતો સાથે આ વર્ષે ખેલ મહાકુંભ યોજાશે. ખેલ મહાકુંભ 7 વિવિધ વયજુથના સમૂહમાં યોજાશે, જેમાં અંડર-9, 11, 14, 17, ઓપન...