ફેબ્રુવારી 25, 2025 3:21 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 3:21 પી એમ(PM)

views 4

જામનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન મહિલાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ

જામનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન મહિલાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં અંડર 17 વયજૂથમાં રાજકોટ ગ્રામ્ય પ્રથમ ક્રમે તો જામનગર ગ્રામ્યની ટીમ બીજા ક્રમે રહી હતી. ઓપન વયજૂથમાં પ્રથમ ક્રમે ભાવનગર શહેર અને બીજા ક્રમે જામનગર શહેરની ટીમો વિજેતા થતા હવે રાજ્યકક્ષાએ ભાગ લેશે.ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ઝોન અંડર 17માં 14 ટીમ અને 168 ખેલાડીઓ અને ઓપન વયજુથમાં 12 ટીમ અને 144 ખેલાડીઓએ ભાગ લીધો હતો

ફેબ્રુવારી 24, 2025 3:30 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 3:30 પી એમ(PM)

views 2

બોટાદ ખાતે મનો દિવ્યાંગ તથા શ્રવણમંદ દિવ્યાંગ ખેલાડીઓનો જિલ્લાકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો

બોટાદ ખાતે મનો દિવ્યાંગ તથા શ્રવણમંદ દિવ્યાંગ ખેલાડીઓનો જિલ્લાકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો. જેમાં મનો દિવ્યાંગ વિભાગમાંથી 253 જ્યારે શ્રવણમંદ વિભાગમાંથી 35 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો. શ્રવણમંદ વિભાગમાં 100 અને 200 મીટર દોડ તેમજ મનો દિવ્યાંગ વિભાગમાં 100, 200, 400, 800 મીટર દોડ, લાંબી કુદ, શોટપુટ, સોફ્ટ બોલ થ્રો, બેડમિન્ટન, સાયકલિંગ જેવી સ્પર્ધા યોજાઇ.  

ફેબ્રુવારી 14, 2025 6:34 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 6:34 પી એમ(PM)

views 5

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત પૂર્વ ઝોન કક્ષા રસ્સા ખેંચ તથા વોલીબોલ સ્પર્ધાનુ આયોજન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કરાયું

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત પૂર્વ ઝોન કક્ષા રસ્સા ખેંચ તથા વોલીબોલ સ્પર્ધાનુ આયોજન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કરાયું. આ બંને સ્પર્ધાઓમાં 9 જિલ્લાના 17 વર્ષથી નીચેના તેમજ  40 અને 60 વર્ષથી ઉપરના ભાઈઓ-બહેનો સહિત 1100થી વધુ ખેલાડીઓભાગ લીધો. આ સ્પર્ધામાં 60 વર્ષ ઉપરના મહિલાસ્પર્ધકે પોતાની પ્રતિક્રિયા આપી.

ફેબ્રુવારી 7, 2025 6:46 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 6:46 પી એમ(PM)

views 2

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે આજથી બે દિવસીય દિવ્યાંગો માટેનો ખાસ ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે આજથી બે દિવસીય દિવ્યાંગો માટેનો ખાસ ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો. કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં રમતોનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ કુલ૧૧૦, અસ્થિવિષયક ધરાવતા ખેલાડીઓ કુલ ૩૫૪, તેમજ શ્રવણમંદ કુલ ૧૦૨ ખેલાડીઓ ભાગ લીધો હતો,આવતીકાલે બૌદ્ધિક અક્ષમતા ધરાવતા કુલ ૫૪૨જેટલા ખેલાડીઓ ભાગ લેશે.આ ખેલાડીઓ માટેની રમતો જેમાં મુખ્ય 3 વિભાગમાં વહેચવામાં આવે છે. 1. એથ્લેટિક્સ- હાયર એબીલીટી, 2. એથ્લેટિક્સ- લોવર એબીલીટી, 3. સાયકલિંગ, ...

ફેબ્રુવારી 7, 2025 3:02 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 3:02 પી એમ(PM)

views 1

ભાવનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત યોજાયેલી જિલ્લાકક્ષાની કુસ્તી સ્પર્ધામાં ટીમાણા ગામની ગણેશ શાળાના બાળકો અગ્રેસર રહ્યા

ભાવનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત યોજાયેલી જિલ્લાકક્ષાની કુસ્તી સ્પર્ધામાં ટીમાણા ગામની ગણેશ શાળાના બાળકો અગ્રેસર રહ્યા છે. અંડર 14 સ્પર્ધામાં આશિષ ચાવડા, કાર્તિક નાદવાએ પોતાના વજન સમૂહમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. જ્યારે અન્ય 2 બાળકોએ બીજો અને અન્ય બાળકે ત્રીજો ક્રમાંક મેળવ્યો છે.

જાન્યુઆરી 19, 2025 8:22 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:22 એ એમ (AM)

views 4

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. સુરેન્દ્રનગરના લખતર વણા રોડ ઉપર આવેલ ઉમાધામ ખાતે જિલ્લાકક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઈ હતી. મામલતદાર આર.આર.પટેલના અધ્યક્ષ સ્થાને ૧૭,વર્ષથી ઓછી વયના ઓપન વિભાગ અને ૪૦ વર્ષથી ઉપર એમ ત્રણ વિભાગમા મળી કુલ ૧૯ ટીમોની આશરે ૨૧૦ જેટલી મહિલાઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમા ૧૭ વર્ષથી ઓછી વયના વિભાગમાં પ્રથમ નંબરે લખતર એ.વી.ઓઝા વિધાલય તથા દ્વ...

જાન્યુઆરી 9, 2025 7:58 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:58 પી એમ(PM)

views 2

રાજકોટ ખાતે યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં આજે જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં કુલ ૪૮ ભાઈઓ અને ૩૭ બહેનોએ ભાગ લીધો

રાજકોટ ખાતે યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં આજે જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં કુલ ૪૮ ભાઈઓ અને ૩૭ બહેનોએ ભાગ લીધો. મેન્સ ડબલ્સની ૧૬ ટીમ અને વુમન ડબલ્સની ૪ ટીમ ઉપરાંત, મિક્સ ડબલમાં ૪ ટીમે ભાગ લીધો હતો. જેમાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો વિજેતા થયા હતા.

જાન્યુઆરી 3, 2025 7:37 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 7:37 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટમાં ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કાનો ઉદ્ધાટન કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં આવતીકાલે ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કાનો ઉદ્ધાટન કરશે.રમતગમત મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું છે કે, વર્ષ 2010 માં 13 લાખ રમતવીરોની સહભાગીથી આરંભ થયેલા ખેલ મહાકુંભમાં આજે 71 લાખ 30 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.આ ખેલ મહાકુંભમાં અંડર 9 શ્રેણીથી માંડીને અબોવ 60 શ્રેણી સુધી મળીને 7 વયજૂનનાં ખેલાડીઓ વિવિધ 39 રમતોમાં ભાગ લેશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને 5 લાખ રૂપિયાથી માંડીને 10 હજાર રૂપિયા સુધીનાં રોકડ પુરસ્કાર આપવામાં આવશે. કુલ 45 કરોડનાં રોકડ પુરસ્કાર તાલુકા, જિ...

ડિસેમ્બર 5, 2024 8:22 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:22 એ એમ (AM)

તાજેતરમાં અમદાવાદમાં 68મી અખિલ ભારતીય શાળાકીય અન્ડર 14 અને 17 બોક્સિંગ રાજ્યકક્ષાની બહેનો અને ભાઈઓની સ્પર્ધામાં બનાસકાંઠાની વિમળા વિદ્યાલય ગઢના 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

તાજેતરમાં અમદાવાદમાં 68મી અખિલ ભારતીય શાળાકીય અન્ડર 14 અને 17 બોક્સિંગ રાજ્યકક્ષાની બહેનો અને ભાઈઓની સ્પર્ધામાં બનાસકાંઠાની વિમળા વિદ્યાલય ગઢના 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ખેલાડીઓએ ચંદ્રકો મેળવ્યા છે. વિજેતા ખેલાડીઓના કોચ ફૈયાઝ નગોરીએ જણાવ્યું કે, કુલ 10 ખેલાડીઓએ સુવર્ણ, સાત ખેલાડીઓએ રજત અને ચાર ખેલાડીઓએ કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. હવે આ ખેલાડીઓ આગામી સમયમાં ખેલ મહાકુંભ અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે.  

ડિસેમ્બર 5, 2024 8:08 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:08 એ એમ (AM)

views 2

રાજ્યભરમાં જાન્યુઆરી મહિનામાં યોજાનારા ત્રીજા તબક્કાના ખેલ મહાકુંભ માટે આજથી ઑનલાઈન નોંધણીનો પ્રારંભ થશે.

રાજ્યભરમાં જાન્યુઆરી મહિનામાં યોજાનારા ત્રીજા તબક્કાના ખેલ મહાકુંભ માટે આજથી ઑનલાઈન નોંધણીનો પ્રારંભ થશે. ઈચ્છુક ખેલાડીઓ 25 ડિસેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. આ વખતે 39 રમત પૈકી 32 ઑલિમ્પિક રમતો અને સાત નવી રમતો રમાશે. જ્યારે વિશેષ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત 25 પેરા-સ્પૉર્ટ્સ જેવી રમતોનું પણ આયોજન કરાયું છે. ખેલ મહાકુંભ આગામી 31 માર્ચ 2025 સુધી યોજાશે.