માર્ચ 19, 2025 6:19 પી એમ(PM) માર્ચ 19, 2025 6:19 પી એમ(PM)

views 1

ચંદીગઢમાં પંજાબના ખેડૂતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રણ કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી

ચંદીગઢમાં પંજાબના ખેડૂતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રણકલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી. આગામી બેઠક ૪ મેનાં રોજ યોજાશે.સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાના28 ખેડૂતસંગઠનોના પ્રતિનિધિઓએ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી સાથે બેઠક યોજી હતી. આબેઠકમાં પંજાબના કૃષિ મંત્રી ગુરમીત સિંહ ખુદિયાં,નાણા મંત્રી હરપાલ સિંહ ચીમા અને કેબિનેટ મંત્રી ચેતનસિંહ જૌરામજરા પણ હાજર રહ્યા હતા.બંને મોરચાઓનું પ્...

માર્ચ 11, 2025 6:42 પી એમ(PM) માર્ચ 11, 2025 6:42 પી એમ(PM)

views 1

રાજ્યભરમાં ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માગતા ખેડૂતોએ આગામી 15 માર્ચ સુધી નોંધણી કરાવવા અનુરોધ કરાયો

રાજ્યભરમાં ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા માગતા ખેડૂતોએ આગામી 15 માર્ચ સુધી નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે. ખેડૂતો C.C.I. એટલે કે, ભારતીય કપાસ નગમના ઈ-માર્કેટ પૉર્ટલ પર ખરીદ કેન્દ્રો ખાતેથી નોંધણી કરાવી શકશે. સમય મર્યાદામાં અરજી કરનારા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યના 74 ખરીદ કેન્દ્ર ખાતે કપાસની ખરીદી આગામી સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા આવખતે કપાસ માટે ટેકાનો ભાવ સાત હજાર 741 રૂપિયા જાહેર કરાયો છે.ખેડૂતો પોતા...

જાન્યુઆરી 29, 2025 6:56 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 6:56 પી એમ(PM)

views 2

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે. ઈચ્છુક ખેડૂતો આગામી ત્રણથી 20 ફેબ્રુઆરી સુધી ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર ઑનલાઈન તેમ જ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE એટલે કે, ગ્રામ કમ્પ્યુટર સાહસિક મારફતે નાફૅડના ઈ-સમૃદ્ધિ પૉર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. તુવેરની ખરીદી માટે રાજ્યભરમાં 206 ખરીદ કેન્દ્ર સૂચિત કરાયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કૃ...

ડિસેમ્બર 17, 2024 9:44 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:44 એ એમ (AM)

views 5

ખેત પેદાશોના યોગ્ય ભાવ મળતા રાજકોટ અને જામનગર સહિતના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને ડુંગળી વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા

ખેત પેદાશોના યોગ્ય ભાવ મળતા રાજકોટ અને જામનગર સહિતના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને ડુંગળી વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી રહ્યાં છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી ચાલી રહી છે. સવારથી ખેડૂતો તેમની વિવિધ જણસો લઇને ઉમટી પડતા માર્કેટીંગ યાર્ડ બહાર ટ્રકોનો ખડકલો જોવા મળે છે. યાર્ડ બહાર કિલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગી જાય છે. યાર્ડના ચેરમેન સહિતના અગ્રણીઓની હાજરીમાં વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગઈકાલે કપાસની 8 હજાર 500 અને મગફળીની એક લા...

ડિસેમ્બર 12, 2024 8:16 એ એમ (AM) ડિસેમ્બર 12, 2024 8:16 એ એમ (AM)

views 8

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 900થી વધુ ખેડૂતો પાસેથી 80 હજાર ગુણી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે.

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 900થી વધુ ખેડૂતો પાસેથી 80 હજાર ગુણી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. હજી પણ ખેડૂતો વેચાણ કરી શકે તે માટે ખેડૂતોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એક મણના એક હજાર 356 રૂપિયાના ભાવે ખરીદી કરાઈ રહી છે.

ડિસેમ્બર 6, 2024 7:56 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:56 પી એમ(PM)

views 1

ખેડૂતોને ફોસ્ફેટિક અને પોટેસિક ખાતરો વાજબી ભાવે મળી રહે તે માટે કેન્દ્ર સરકારે તાર્કિક માર્ગદર્શિકા જારી કરી

ખેડૂતોને ફોસ્ફેટિક અને પોટેસિક ખાતરો વાજબી ભાવે મળી રહે તે માટે કેન્દ્ર સરકારે તાર્કિક માર્ગદર્શિકા જારી કરી છે. કેન્દ્રિય રસાયણ અને ખાતર રાજયમંત્રી અનુપ્રિયા પટેલ આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ડીએપી ખાતરની એક થેલીની કિંમત 3 હજાર 100 રૂપિયા છે. પણ ખેડૂતોને 1 હજાર 350 રૂપિયાના દરે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે પોષક તત્વો માટે સબસીડીની યોજના હેઠળ વર્ષ 2023-24માં 65 હજાર કરોડ રૂપિયાથી વધુની સબસીડી આપવામાં આવી છે.

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM) નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

views 5

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ...

સપ્ટેમ્બર 2, 2024 7:44 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 7:44 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતો માટેની કુલ 13 હજાર 966 કરોડ રૂપિયાનાં રોકાણ સાથેની સાત યોજનાઓને મંજૂરી આપી  

કેન્દ્રીય મંત્રીમંડળે આજે ખેડૂતોનું જીવનધોરણ સુધારવા અનેતેમની આવક વધારવા કુલ 13 હજાર 966 કરોડ રૂપિયાનાં રોકાણ સાથેની સાતયોજનાઓને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કુલ બે હજાર આઠ સો 17 કરોડ રૂપિયાનો ખર્ચ ધરાવતા ડિજિટલ કૃષિ મિશનને પણ મંજૂરી આપી છે. મંત્રીમંડળે ત્રણ હજાર 979 કરોડનાં કુલ ખર્ચે અન્ન અને પોષણ સલામતી યોજનાને પણ મંજૂરી આપી છે.સરકારે બે હજાર 291 કરોડ રૂપિયાનાં ખર્ચે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળની બેઠકમાં એક હજાર 702 કરોડ રૂપિયાનાં ખર્ચે પશુધન આરોગ...

ઓગસ્ટ 20, 2024 3:59 પી એમ(PM) ઓગસ્ટ 20, 2024 3:59 પી એમ(PM)

views 5

રાજ્યભરમાં ખેડૂતોએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું

રાજ્યભરમાં ખેડૂતોએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ચોમાસા દરમિયાન મગફળીમાં સફેદ કીટકનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આ કીટકના અસરકારક નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે તાજેતરમાં જ ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.જે ખેતી નિયામકની સાઇટ પર જોઇ શકાશે.

જુલાઇ 19, 2024 7:55 પી એમ(PM) જુલાઇ 19, 2024 7:55 પી એમ(PM)

views 4

સરકારે બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળે તે માટે ૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ સાથે વધુ એક નવી યોજના અમલમાં મૂકી

રાજ્ય સરકારે બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે ૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ સાથે વધુ એક નવી યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે ૧૦ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા અંગેની નવી યોજના શરૂ કરવામાં આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, આ યોજના હેઠળ ૫ હજાર મેટ્રિક ટનથી મોટા અને ૧૦ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે એક...