ડિસેમ્બર 30, 2024 2:20 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:20 પી એમ(PM)
3
પંજાબનાં ખેડૂત સંગઠનો દ્વારા બંધના એલાનને પગલે માર્ગ અને રેલ વ્યવહાર ખોરવાયો
પાકના લઘુતમ ટેકાના ભાવ માટે કાનૂની ગેરન્ટી સહિતની માંગ સાથે પંજાબનાં ખેડૂતો દ્વારા બંધના એલાનને મજબૂત પ્રતિસાદ સાંપડ્યો છે. વંદે ભારત અને શતાબ્દિ સહિતની 200થી વધુ ટ્રેનો પર અસર પડી છે. કેટલાંક શહેરો અને નગરોમાં મોટાં ભાગનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનવ્યવહાર બંધ રહ્યો છે, જેને કારણે રોજિંદા મુસાફરોને મુશ્કેલી પડી હતી. જો કે આવશ્યક સેવાઓ ચાલુ રહી છે. ખેડૂતો શેરીઓમાં આવીને દુકાનદારોને બંધ પાળવાની ફરજ પાડી રહ્યા છે. એક મહિનાથી પણ વધુ સમયથી ભૂખ હડતાળ પર ઉતરેલા ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલનાં સમર્થ...