ડિસેમ્બર 23, 2024 8:31 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 8:31 એ એમ (AM)

views 11

સૌરઊર્જાથી સુકી ગામ બન્યું ‘સુખી’, ખેડાનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું

ગુજરાતના ગ્રીન રિવોલ્યુશન કમિટમેન્ટમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ખેડા જિલ્લાનું સુકી ગામ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના થકી ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે. સુકી ગામ રાજ્યનું ત્રીજુ સોલાર વિલેજ બનતા રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વીટના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી હતી જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે પણ ટવીટ કરીને આ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 183.27 કિલો વોટ સોલર ઓન-ગ્રિડ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરાયા છે. અંદાજિત 77.79 લાખના...

ડિસેમ્બર 19, 2024 7:57 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:57 પી એમ(PM)

views 3

ખેડા જિલ્લામાં આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે આજે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપ-કેન્દ્રોના નવા મકાનોનું ઈ-લોકાર્પણ કરાયું

ખેડા જિલ્લામાં આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે આજે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપ-કેન્દ્રોના નવા મકાનોનું ઈ-લોકાર્પણ કરાયું. 85 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ ઉપ-કેન્દ્રો રામોલ, હાથજ અને અરેરા ખાતે શરૂ કરાયા. આ સાથે મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પશુપાલન શિબિરનું પણ આયોજન કરાયું, જેમાં પશુપાલન કે.સી.સી. ધિરાણ અંગે ક્યુ.આર.કોડનું અનાવરણ કરાયું. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું. આ અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટ...