ફેબ્રુવારી 21, 2025 6:28 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 6:28 પી એમ(PM)

views 2

કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનિજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી

કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનિજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી છે. આજે નવી દિલ્હીમાં FICCI દ્વારા આયોજિત ક્રિટિકલ મિનરલ મેટ્રિક્સ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક અને વિદેશી સ્ત્રોતોમાંથી ખનિજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને ભારતની મહત્વપૂર્ણ ખનિજ પુરવઠા શૃંખલાને સુરક્ષિત કરવાનો છે.