ફેબ્રુવારી 7, 2025 7:34 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:34 પી એમ(PM)
4
સરકારે સંસદમાં જણાવ્યું કે, 100 દિવસના ક્ષયમુક્ત ભારત અભિયાન દરમિયાન એક લાખ 59 હજારથી વધુ દર્દી મળ્યા
સરકારે આજે જણાવ્યું કે, 100 દિવસના ક્ષયમુક્ત ભારત અભિયાન દરમિયાન એક લાખ 59હજારથી વધુ દર્દી મળ્યા છે. ગયા વર્ષે 7 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ઝૂંબેશ અંગે આરોગ્યઅને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. શ્રીમતી પટેલે ઉમેર્યું, આ અભિયાન અંતર્ગત આ મહિનાની પહેલી તારીખ સુધી સમગ્રદેશમાં નિક્ષય સેવા શરૂ કરવામાં આવી. તેમજ 5 કરોડ 64 લાખથી વધુ શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી. તેમણે કહ્યું, આ સમયગાળા દરમિયાન 86 હજારથી વધુ નિક્ષય મિત્રોની નોંધણી પણ કરવામાં આવી છે.