જૂન 21, 2025 10:33 એ એમ (AM) જૂન 21, 2025 10:33 એ એમ (AM)

views 11

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ટી-20 લીગની ફાઈનલમાં જે.એમ.ડી. કચ્છ રાઈડરે અનમોલ કિંગ્સ હાલારને 6 વિકેટે હરાવી જીત મેળવી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ટી-20 લીગની ફાઈનલમાં જે.એમ.ડી. કચ્છ રાઈડરે અનમોલ કિંગ્સ હાલારને 6 વિકેટે હરાવી જીત મેળવી છે. અનમોલ કિંગ્સ હાલારે પ્રથમ બેટિંગ કરતા 19.4 ઓવરમાં 10 વિકેટે 142 રન બનાવ્યા હતા. જેમાં રાણાએ 33 અને પી.રાણાએ 38 રન કર્યા હતા. ડી.કરમતાએ 14 રનમાં 5 વિકેટ લીધી હતી. તો આમનો સામનો કરતા જે.એમ.ડી. કચ્છ રાઈડર્સની ટીમે 4 વિકેટે 143 રન કરી 17.3 ઓવરમાં જીત મેળવી હતી. વી.જાડેજાએ 46 બોલમાં 64 રન અને પી.પરમારે 29 બોલમાં 48 રન કર્યા હતા.

જૂન 14, 2025 2:12 પી એમ(PM) જૂન 14, 2025 2:12 પી એમ(PM)

views 10

ક્રિકેટમાં, દક્ષિણ આફ્રિકા 2025 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા દિવસની રમતમાં વિજયની નજીક પહોંચી ગયું.

ક્રિકેટમાં, દક્ષિણ આફ્રિકા 2025 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા દિવસની રમતમાં વિજયની નજીક પહોંચી ગયું. ત્રીજા દિવસની રમતના અંતે, દક્ષિણ આફ્રિકાએ 282 રનના લક્ષ્યનો પીછો કરતા 2 વિકેટે 213 રન બનાવ્યા હતા.

જૂન 13, 2025 7:37 પી એમ(PM) જૂન 13, 2025 7:37 પી એમ(PM)

views 6

અમદાવાદમાં ક્રિકેટ પ્રિમિયર લીગની ફાઈનલમાં હેરીટેજ સિટી ટાઈટન્સ અને કર્ણાવતી કિંગ્સ વચ્ચે મૂકાબલો થશે

અમદાવાદમાં ક્રિકેટ પ્રિમિયર લીગની ફાઈનલમાં હેરીટેજ સિટી ટાઈટન્સ અને કર્ણાવતી કિંગ્સ વચ્ચે મૂકાબલો થશે.પેહલી સેમિફાઇનલની મેચમાં નર્મદા નેવિગેટર્સને 4 વિકેટે હરાવી હેરિટેજ સિટી ટાઈટન્સે CPની સિઝન 2ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.. હેરિટેજ સિટી ટાઈટન્સે ટૉસ જીતી નર્મદા નેવિગેટર્સે બેટીંગ આપતાં  20 ઓવર્સના અંતે 9 વિકેટે 157 રન બનાવ્યા જેના જવાબમાં હેરિટેજ સિટી ટાઈટન્સે19.1 ઓવર્સમાં 6 વિકેટ ગુમાવી 158 રનનો ટાર્ગેટ પાર કરી લીધો..જ્યારે બીજી સેમિફાઇનલમાં અમદાવાદ એરોઝ સામે 8 વિકેટે આસાન જીત સાથે કર્ણાવતી કિ...

માર્ચ 7, 2025 7:52 પી એમ(PM) માર્ચ 7, 2025 7:52 પી એમ(PM)

views 9

મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો

મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગની મેચ આજે લખનૌમાં દિલ્લી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. જેમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા મળતા અહેવાલ મુજબ દિલ્લી કેપિટલે 5 ઓવરમાં 0 વિકેટે 43 રન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પોઈન્ટ ટેબલમાં દિલ્લી પહેલા અને ગુજરાત ત્રીજા સ્થાને છે.

માર્ચ 5, 2025 7:08 પી એમ(PM) માર્ચ 5, 2025 7:08 પી એમ(PM)

views 37

આંતરરાષ્ટ્રીય માસ્ટર લિગ ક્રિકેટ મૅચમાં આજે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે મુકાબલો થશે

આંતરરાષ્ટ્રીય માસ્ટર લિગ ક્રિકેટ મૅચમાં આજે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે મુકાબલો થશે. મૅચ આજે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. હાલમાં લોકોને સ્ટેડીયમમમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.માસ્ટર બ્લાસ્ટર સચીન તેડુંલકર સહીતના ખેલાડીઓને રમતા જોવા માટે ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

માર્ચ 4, 2025 7:35 પી એમ(PM) માર્ચ 4, 2025 7:35 પી એમ(PM)

views 10

I.C.C.ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની સેમિ-ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ- I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની પ્રથમ સેમિ-ફાઈનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સ્ટિવ સ્મિથે 73 અને એલેક્સ કેરીએ 61 રન કર્યા હતા. ભારત વતી મહમ્મદ શમીએ ત્રણ અને રવીન્દ્ર જાડેજા તથા વરૂણ ચક્રવર્તીએ બે-બે વિકેટ ઝિડપી હતી. દુબઈમાં ચાલી રહેલી આ મેચમાં છેલ્લાં અહેવાલ પ્રમાણે ભારતે 17 ઓવરમાં 2 વિકેટે 85 રન કર્યા છે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે જીત્યા બાદ ભારતે પોતાની અંતિમ લીગ મૅચમાં ન્યૂઝિલૅન્ડને પણ 44 રનથી હરાવ્યું હતું, સ્ટીવ સ્મિ...

ફેબ્રુવારી 23, 2025 2:23 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:23 પી એમ(PM)

views 15

I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે બપોરે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ.

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ I.C.C. પુરુષ ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં અઢી વાગ્યે આ મેચ શરૂ થશે. બાંગ્લાદેશ સામે અગાઉ ભારતે વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે ન્યૂ ઝિલૅન્ડ સામે પહેલી મૅચ હારનારું પાકિસ્તાન દબાણમાં છે. ગત એક દાયકામાં ખાસ કરીને વર્ષ 2015 બાદથી ભારતની ટીમ પાકિસ્તાન સામે માત્ર એક જ મેચ હાર્યું છે. જ્યારે સાત જીતી અને એક મૅચ ડ્રૉ રહી હતી. એક દિવસીય અને એક દિવસીય વિશ્વકપ મૅચની વાત કરીએ તો, ભારતે પાકિસ્તાન સામે 13માંથી 10 ...

ફેબ્રુવારી 17, 2025 2:21 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:21 પી એમ(PM)

views 54

ક્રિકેટમાં, મહિલાઓ માટેની પ્રિમીયર લીગમાં વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે

ક્રિકેટમાં, મહિલાઓ માટેની પ્રિમીયર લીગમાં વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે. ગઈ કાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝને છ વિકેટે પરાજય આપ્યો હતો. અગાઉ, ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. 144 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત જાયન્ટ્સે 18 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર કર્યો હતો. કેપ્ટન એશ્લી ગાર્ડનર 52 રન બનાવીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યા હતા.

ફેબ્રુવારી 14, 2025 7:16 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:16 પી એમ(PM)

views 30

મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાઈ રહી છે

મહિલાઓ માટેની ક્રિકેટ પ્રિમીયર લીગની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાઈ રહી છે. ટુર્નામેન્ટમાં પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઇમાં રમાશે. પ્રિમીયર લીગની પ્રથમ સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ અને બીજી સીઝનમાં આરસીબીએ ટ્રોફી જીતી હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની બે સીઝનમાંથી એક પણ મેચમાં સદી નોંધાઈ નથી.

ફેબ્રુવારી 6, 2025 8:08 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 8:08 પી એમ(PM)

views 40

નાગપુરનાં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ત્રણ વન-ડે મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઇંગલેન્ડનાં 248 રનના જવાબમાં છેલ્લાં અહેવાલ પ્રમાણે 32 ઓવરમાં. 3 વિકેટે 213 રન બનાવ્યા

નાગપુરનાં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ત્રણ વન-ડે મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઇંગલેન્ડનાં 248 રનના જવાબમાં છેલ્લાં અહેવાલ પ્રમાણે 32 ઓવરમાં. 3 વિકેટે 213 રન બનાવ્યા છે. અગાઉ, ઇંગલેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી હતી અને 47.4 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. કેપ્ટન જોસ બટલરે 52 અને જેકોબ બેથેલે 51 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આજે યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાએ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં પદાર્પણ કર્યું હતું. ઘુંટણની ઇજાને કારણે વિરાટ ...