માર્ચ 11, 2025 6:55 પી એમ(PM) માર્ચ 11, 2025 6:55 પી એમ(PM)

views 4

એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન દેશમાં કોલસાની આયાતમાં 8.4 ટકાનો ઘટાડો થયો

એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન દેશમાં કોલસાની આયાતમાં 8.4 ટકાનો ઘટાડો થયો છે. કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન કોલસાની આયાત અંદાજે 183 મિલિયન ટન રહી છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં અંદાજે 200 મિલિયન ટન હતી. આ ઘટાડાને કારણે આશરે બેતાલીસ હજાર ત્રણસો કરોડ રૂપિયાની વિદેશી હૂંડિયામણની બચત થઈ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઉર્જા ક્ષેત્રને બાદ કરતાં બિન-નિયમિત ક્ષેત્રમાં વધુ નોંધપાત્ર ઘટાડો થયો છે, આયાતમાં વાર્ષિક ધોરણે 12.01 ટકાનો ઘટાડો થયો છે.

જાન્યુઆરી 15, 2025 8:45 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:45 એ એમ (AM)

views 4

ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન દેશની કોલસાની આયાતમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન દેશની કોલસાની આયાતમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કોલસાની આયાત 15 કરોડ 40 લાખ ટનથી ઘટીને 14 કરોડ 90 લાખ ટન થઈ ગઈ છે. કોલસા મંત્રાલયે જણાવ્યું છે કે, દેશના વિકાસશીલ અર્થતંત્રમાં કોલસા ક્ષેત્રનું મહત્વપૂર્ણ સ્થાન છે. દેશમાં કોલસાની માંગ અને પુરવઠામાં ઘણો તફાવત હોવાથી સ્ટીલ જેવા ઉદ્યોગો માટે કોલસાની આયાત આવશ્યક છે. મંત્રાલયે જણાવ્યું કે સરકાર સ્થાનિક ઉત્પાદન વધારવા અને કોલસાનો સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સતત પગલાં ...

નવેમ્બર 22, 2024 2:35 પી એમ(PM) નવેમ્બર 22, 2024 2:35 પી એમ(PM)

views 5

નવ કોલસાની ખાણોની ઈ-હરાજીનો 10મો તબક્કો ગઈકાલે શરૂ થયો

નવ કોલસાની ખાણોની ઈ-હરાજીનો 10મો તબક્કો ગઈકાલે શરૂ થયો હતો. કોલસા મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસે પાંચ કોલસાની ખાણો હરાજી માટે મૂકવામાં આવી હતી. આ તમામ ખાણોનો કુલ ભૌગોલિક ભંડાર 2 અબજ 63 કરોડ ટનથી વધુ છે. મંત્રાલયે કહ્યું કે આ કોલસાની ખાણોથી દર વર્ષે એક હજાર 106 કરોડ રૂપિયાથી વધુની આવક થશે અને 16 હજારથી વધુ લોકો માટે રોજગારીની તકો ઊભી થશે.

જુલાઇ 18, 2024 8:15 પી એમ(PM) જુલાઇ 18, 2024 8:15 પી એમ(PM)

views 7

વિશ્વની પાંચ સૌથી મોટી કોલસાની ખાણોમાંથી બે ભારતમાં હોવાનું કેન્દ્રીય કોલસા મંત્રાલયે જણાવ્યું

વિશ્વની પાંચ સૌથી મોટી કોલસાની ખાણોમાંથી બે ભારતમાં હોવાનું કેન્દ્રીય કોલસા મંત્રાલયે જણાવ્યું છે. છત્તીસગઢ સ્થિત ગેરવા અને કુસમુન્ડા નામની આ બંને ખાણોનું સંચાલન કોલ ઇન્ડિયા સબ્સિડરી સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ દ્વારા કરાઈ રહ્યું છે. વર્લ્ડ એટલાસ ડોટ કોમના અહેવાલ અનુસાર ગેરવા વિશ્વની બીજી સૌથી મોટી જ્યારે કુસમુન્ડા વિશ્વની ચૌથી સૌથી મોટી ખાણ છે. વર્ષ 1981થી કાર્યરત ગેરવા ખાણની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 7 કરોડ ટન છે. ગત વર્ષે આ ખાણમાંથી 5.90 કરોડ ટન કોલસાનું ઉત્પાદન થયુ હતું. તેમાં આગામી દાયકા માટ...