જાન્યુઆરી 20, 2025 8:05 પી એમ(PM) જાન્યુઆરી 20, 2025 8:05 પી એમ(PM)

views 4

કોલકાતાના સિયાલદાહની અદાલતે આરજી કર વિશ્વ વિદ્યાલય દુષ્કર્મ અને હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફરમાવી

કોલકાતાના સિયાલદાહનીસેશન્સ અદાલતે આરજી કર વિશ્વવિદ્યાલય દુષ્કર્મ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજયરોયને આજીવન કેદની સજા સંભળાવી છે. સેશન્સ જજ અનિર્બાન દાસે એમ પણ કહ્યું કે રાજ્યસરકારે પીડિત પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. શનિવારેઅદાલતે આ કેસમાં સંજય રોયને દોષિત ઠેરવ્યા હતા. ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ આરજી કર મેડિકલ વિશ્વવિદ્યાલયના સેમિનારહોલમાંથી પીજીટી ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. કોલકાતા પોલીસે 10 ઓગસ્ટના રોજસંજય રોયની ધરપકડ કરી હતી. દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગ-NCW એ આ ચુકાદાનું સ...

ઓક્ટોબર 11, 2024 9:33 એ એમ (AM) ઓક્ટોબર 11, 2024 9:33 એ એમ (AM)

views 6

કોલકાતામાં આર.જી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા વિરુદ્ધ આમરણાંત ઉપવાસ પર બેઠેલા ડૉક્ટર અનિકેત મહતોની સ્થિતિ બગડતા તેમને ગઈકાલે રાતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કોલકાતામાં આર.જી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા વિરુદ્ધ આમરણાંત ઉપવાસ પર બેઠેલા ડૉક્ટર અનિકેત મહતોની સ્થિતિ બગડતા તેમને ગઈકાલે રાતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હડતાળ પર ઉતરેલા 7 જુનિયાર ડૉક્ટરમાંથી એક પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અનિકેતની તબિયત ગઈકાલે સવારથી બગડવાની શરૂ થઈ હતી અને રાતે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હાલ તેઓ તબીબી નિરીક્ષણ હેઠળ છે. શનિવારે વિવિધ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના છ જૂનિયર ડોક્ટર્સે ઉપવાસ શરૂ કર્યા હતા. અનિકેત રવિવારે...

સપ્ટેમ્બર 9, 2024 3:18 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 3:18 પી એમ(PM)

views 6

સર્વોચ્ચ અદાલતમાં કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં હત્યા અને દૂષકર્મ બાબતે સુઓ મોટો કેસની સુનાવણી

સર્વોચ્ચ અદાલત કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં હત્યા અને દૂષકર્મ બાબતે સુઓ મોટો કેસની સુનાવણી કરી રહી છે. અદાલતે આજે સીબીઆઇને આ કેસમાં આગામી મંગળવારે નવો રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું.સીબીઆઈએ ફોરેન્સિક રિપોર્ટમાં નમૂના કોણે એકત્રિત કર્યા તે અંગે ભાર આપતા અદાલતે નવો રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું. સીબીઆઈ હવે એઈમ્સ અને અન્ય કેન્દ્રીય પ્રયોગશાળાઓમાંથી અલગ ફોરેન્સિક અભ્યાસ કરાવશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી છે.

સપ્ટેમ્બર 6, 2024 9:38 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2024 9:38 એ એમ (AM)

views 3

પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ડૉ બિરુપક્ષ બિસ્વાસ અને ડૉ અવિક ડેને બરતરફ કરી દીધા છે.

પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ડૉ બિરુપક્ષ બિસ્વાસ અને ડૉ અવિક ડેને બરતરફ કરી દીધા છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં પીજીટી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવાના કેસ બાદ તેમના નામો સામે આવ્યા છે. આ બંને ઉપર પશ્ચિમ બંગાળની વિવિધ મેડિકલ કોલેજોમાં જુનિયર ડોક્ટરો તેમજ શિક્ષકોને ધમકાવવાનો આરોપ છે. ડૉ. બિરુપક્ષ બિસ્વાસ પેથોલોજી વિભાગમાં બર્દુવાન મેડિકલ કૉલેજના વરિષ્ઠ નિવાસી ડૉક્ટર છે અને ડૉ.અવિક ડે એ જ મેડિકલ કૉલેજના રેડિયોડાયગ્નોસિસ વિભાગના નિવાસી તબીબી અધિકારી છે અને કોલકાતા...

ઓગસ્ટ 27, 2024 8:00 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 8:00 પી એમ(PM)

views 3

કોલકાતાના હાવડા બ્રીજ ખાતે આજે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું

કોલકાતાના હાવડા બ્રીજ ખાતે આજે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થી સંગઠનો દ્વારા આયોજીત નિબન્ના અભિયાન રેલી દરમિયાન હજારોની સંખ્યામા પ્રદર્શનકારીઓએ આર. જી. કર કૉલેજમાં દુષ્કર્મ અને હત્યા મામલે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પ્રદર્શનકારીઓને વિવિધ સ્થળોએ અટકાવવામાં આવ્યા હતા, કેટલાક પ્રદર્શનકારીઓએ બેરિકેડનો ભઁગ કર્યો હતો. દરમિયાન પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ, તેમજ વોટર કેનન અને ટીયર ગૅસનો મારો કર્યો હતો. સ્થિતિને જોતા કેટલાક સ્થળોએ બેરિકેડ્સને વેલ્ડિંગ અને સિમેન્ટથી બનાવવ...

ઓગસ્ટ 22, 2024 7:47 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 7:47 પી એમ(PM)

views 3

લકાતાની આર.જે.કાર હોસ્પીટલના તબીબની સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં તપાસ કરી રહેલ સીબીઆઇ અને કોલકાતા પોલીસે આજે સર્વોચ્ચ અદાલતમાં સ્ટેટસ રીપોર્ટ એટલે કે, અત્યાર સુધીની તપાસનો અહેવાલ રજૂ કર્યો

કોલકાતાની આર.જે.કાર હોસ્પીટલના તબીબની સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં તપાસ કરી રહેલ સીબીઆઇ અને કોલકાતા પોલીસે આજે સર્વોચ્ચ અદાલતમાં સ્ટેટસ રીપોર્ટ એટલે કે, અત્યાર સુધીની તપાસનો અહેવાલ રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે. ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની બેંચે કોલકાતા હોસ્પીટલની ઘટનાની જાતે જ નોંધ લઇને સર્વોચ્ચ અદાલતે કરેલા કેસની સુનાવણી આજે હાથ ધરી હતી. સુનાવણીના આરંભે ન્યાયમૂર્તિએ આંદોલન કરી રહેલા તબીબોને જાહેર આરોગ્ય સેવાના હિતમાં ફરજ પર પાછા ફરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વિવિધ તબીબી...

ઓગસ્ટ 22, 2024 2:04 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 2:04 પી એમ(PM)

views 6

કોલકાતા દુષ્કર્મ અને હત્યાના કેસ મામલે સીબીઆઈએ સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ સુપ્રત કર્યો છે

કોલકાતા દુષ્કર્મ અને હત્યાના કેસ મામલે સીબીઆઈએ સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ સુપ્રત કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ સિંહ, ન્યાયાધીશ જે બી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની ખઁડપીઠ આ મામલે સુનાવણી કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. અદાલતે જણાવ્યું આ કેસમાં પોલીસે પીડિતના અંતિમ સંસ્કાર બાદ ફરિયાદ દાખલ કરવા વિશે પણ સવાલ પૂછ્યાં. વધુમાં અદાલતે કહ્યું કે આ કેસમાં પોલીસે જે રીતે કાર્યવાહી કરી છે, એ આ પહેલા ક્યારેય જોવા નથી મળી. વધુમાં સર્વોચ્...

ઓગસ્ટ 16, 2024 7:31 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 7:31 પી એમ(PM)

views 3

કોલકાતામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં દેશભરના તબીબોની હડતાળ

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાનાવિરોધમાં આવતીકાલે દેશભરની સાથે સાથે વિવિધ રાજ્યભરમા તબીબોએ હડતાળની જાહેરાત કરી છે.ગુજરાતમાં અમદાવાદ મેડિકલ એસોસિએસન દ્વારા આજે પત્રકાર પરિષદયોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે..આવતીકાલે સવારે છ વાગ્યાથી લઇને ૧૮તારીખ સવારે ૬ વાગ્યા સુધી ઓપીડી તેમજ તમામ તબીબી પ્રક્રિયાથી તબીબો અળગા રહેશે.. જ્યારેઅમદાવાદમાં સાતસો તબીબો રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. આ ઉપરાત અમદાવાદમેડિકલ એસોસિએશનની ઓફિસથી લઇને ઇન્કમટેક્ષ સર્કલ સુધી સાંજે કેન્ડલ મા...