માર્ચ 28, 2025 7:13 પી એમ(PM) માર્ચ 28, 2025 7:13 પી એમ(PM)

views 5

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે 2 ટકા મોંઘવારી ભથ્થા અને પેન્શનધારકો માટે મોંઘવારી રાહત મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. તેમણે કહ્યું, આ વર્ષની પહેલી જાન્યુઆરીથી આ નિર્ણય અમલમાં આવશે. આના કારણે 48 લાખ 66 હજાર કેન્દ્રીય કર્મચારીઓ અને 66 લાખ 55 હજાર પેન્શનધારકોને લાભ થશે.

માર્ચ 5, 2025 7:37 પી એમ(PM) માર્ચ 5, 2025 7:37 પી એમ(PM)

views 4

કેન્દ્ર સરકારે સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે ૧૨.૯ કિલોમીટર લાંબા સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી છે, આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ચાર હજાર કરોડ રૂપિયાથી વધુ થશે. તેમણે કહ્યું કે આ રોપવેથી યાત્રાળુઓનો મુસાફરીનો સમય 8 થી 9 કલાકથી ઘટીને 36 મિનિટ થઈ જશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટથી દિવ્યાંગો અને વૃદ્ધોને ઘણી મદદ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હેમકુંડ સાહિબ રોપ-વેનો પણ વિકસાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટન...

ફેબ્રુવારી 14, 2025 2:24 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 2:24 પી એમ(PM)

views 3

કેન્દ્ર સરકાર આજે સાંજે આંદોલન કરી રહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો સાથે ચંડીગઢમાં બેઠક કરશે

કેન્દ્ર સરકાર આજે સાંજે ચંદીગઢમાં ખેડૂતો સાથે બેઠક કરશે, જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ પર કાનૂની ગેરંટી સહિતની ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે, પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ સરહદ ખાતે ખેડૂતો છેલ્લા એક વર્ષથી વિરોધ કરી રહ્યા છે. અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર ઉતરેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલ પણ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, કિસાન મજદૂર મોરચાના કન્વીનરે કેન્દ્ર સરકારને 14 ફેબ્રુઆરી પહેલાં ચંદીગઢને બદલે દિલ્હીમાં ...

ફેબ્રુવારી 7, 2025 7:43 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:43 પી એમ(PM)

views 3

36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત 53 ટેલિ માનસ સેલ દ્વારા અત્યાર સુધીમાં 18 લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત થયા

કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત 53 ટેલિ માનસ સેલ દ્વારા અત્યાર સુધીમાં 18 લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત થયા છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં, આરોગ્ય અને પરિવારકલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે માહિતી આપી હતી કે ટેલિ-માનસ સેવાઓ 20 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમણે એ પણ માહિતી આપી કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાનટેલિ માનસ સેવાઓ પર 343 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. બીજાએક લેખિત જવાબમાં, શ્રી જાધવે માહિતી આપી કે આજ સુધીમાં, દેશમાં 73 કરોડથી વધુ આયુષ્માન ભારત આર...

જાન્યુઆરી 24, 2025 2:05 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 2:05 પી એમ(PM)

views 4

વિવિધ ફાર્મા કંપનીઓ દ્વારા નવેમ્બર મહિનામાં ઉત્પાદિત 135 દવાઓ નબળી ગુણવત્તા ધરાવતી હોવાનું કેન્દ્ર સરકાર અને રાજ્યોની લેબોરટેરીનાં પરીક્ષણમાં જણાવાયું

વિવિધ ફાર્મા કંપનીઓ દ્વારા નવેમ્બર મહિનામાં ઉત્પાદિત 135 દવાઓ નબળી ગુણવત્તા ધરાવતી હોવાનું રકેન્દ્ર સરકા અને રાજ્યોની લેબોરટેરીનાં પરીક્ષણમાં જણાવાયું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ દવાઓનાં નમૂના એક કે તેનાથી વધુ ગુણવત્તા માપદંડોમાં નિષ્ફળ જતાં તેને નબળી ગુણવત્તાની જાહેર કરાઈ છે. સરકારી લેબોરેટરીમાં ચોક્કસ બેચની પ્રોડક્ટ નિષ્ફળ સાબિત થઇ છે અને બજારમાં ઉપલબ્ધ અન્ય બેચની દવાઓ સારી ગુણવત્તાની હોઇ શકે છે. નબળી ગુણવત્તાની દવાઓ ઓળખીને બજારમાં દૂર થાય તે સુનિશ્ચિત કરવા કેન્દ્ર...

ડિસેમ્બર 19, 2024 8:46 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:46 એ એમ (AM)

views 4

કેન્દ્ર સરકાર આજે 31 સાંસદોની બનેલી સંયુક્ત સંસદીય સમિતિ JPCને એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત વિધેયક મોકલશે.

કેન્દ્ર સરકાર આજે 31 સાંસદોની બનેલી સંયુક્ત સંસદીય સમિતિ JPCને એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત વિધેયક મોકલશે. સૂચિત JPCમાં 21 લોકસભા અને 10 રાજ્યસભાના સાંસદો હશે. જેમાં ભાજપના પીપી ચૌધરી, અનુરાગ સિંહ ઠાકુર, અને પરષોત્તમ રૂપાલા, કોંગ્રેસના પ્રિયંકા ગાંધી અને મનીષ તિવારી, ટીએમસીના કલ્યાણ બેનર્જી, એનસીપી(એસપી)ના સુપ્રિયા સુલેનો સમાવેશ થાય છે.

ડિસેમ્બર 17, 2024 9:36 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:36 એ એમ (AM)

views 6

કેન્દ્ર સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ

ખાદ્ય અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભાવમાં વધારો થયો છે ત્યારે સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ્સ આધારિત પ્લેજ ફાઈનાન્સિંગ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમના લોન્ચ દરમિયાન આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોની પાકની વેચાણની સમસ્યામાં ઘટાડો કરવાનો છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ...

ડિસેમ્બર 12, 2024 8:56 એ એમ (AM) ડિસેમ્બર 12, 2024 8:56 એ એમ (AM)

views 4

કેન્દ્ર સરકારે ઘઉંની સંગ્રહ મર્યાદામાં 31 માર્ચ 2025 સુધી ઘટાડો કર્યો છે.

કેન્દ્ર સરકારે ઘઉંની સંગ્રહ મર્યાદામાં 31 માર્ચ 2025 સુધી ઘટાડો કર્યો છે. અન્ન સલામતીનું સંચાલન કરવા અને સંગ્રહખોરી તથા સટ્ટાખોરીને અટકાવવા માટે કેન્દ્રએ વેપારીઓ, હોલસેલર્સ, છૂટક વેપારીઓ, મોટી શ્રૃંખલા ધરાવતા રિટેલર્સ અને પ્રોસેસર્સ માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંગ્રહ મર્યાદા લાદી છે. વેપારીઓ અને હોલસેલર્સ માટેની સંગ્રહ મર્યાદા 2,000 મેટ્રીક ટનથી ઘટાડીને 1,000 મેટ્રીક ટન કરવામાં આવી છે, જ્યારે છૂટક વેપારીઓ માટે તે 10 મેટ્રીક ટનથી ઘટાડીને પાંચ મેટ્રીક ટન કરવામાં આવી છે. એક નિવેદનમ...

સપ્ટેમ્બર 27, 2024 8:05 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 8:05 પી એમ(PM)

views 3

પર્યાવરણના રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 80 કરોડથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

પર્યાવરણના રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 80 કરોડથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશે આશરે 26 કરોડથી વધુ વૃક્ષારોપણ કરીને આ ઝુંબેશમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રિય વન અને પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મિડિયા ઉપર આ માહીતી આપી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશ રાજયને આ ઝુંબેશમાં મોખરાનું સ્થાન અપાવવા માટે રાજયના નાગરિકોનો આભાર માન્યો છે.

સપ્ટેમ્બર 20, 2024 7:47 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 7:47 પી એમ(PM)

views 6

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિવર લિન્કિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જેને કારણે એકથી વધુ નદીઓનાં પ્રવાહનાં સંચાલનમાં મદદ મળશે

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિવર લિન્કિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જેને કારણે એકથી વધુ નદીઓનાં પ્રવાહનાં સંચાલનમાં મદદ મળશે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલા ભારતીય જળ સપ્તાહનાં સમાપન સત્રને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતીય જળ સપ્તાહ 2024માં આવેલા સૂચનો અને ભલામણો દેશમાં જળ સંચય માટે મહત્વનાં પૂરવાર થશે. તેમણે જણાવ્યું કે ત્રણ દિવસનાં આ કાર્યક્રમમાં 40 દેશોનાં 215 વિદેશી સહિત કુલ 500થી વધુ પ્રતિનિધીઓએ ભાગ લીધો હતો.