જાન્યુઆરી 18, 2025 8:50 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:50 એ એમ (AM)

views 5

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે દેશની આક્રમક અને રક્ષણાત્મક કાર્યવાહીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે દેશની આક્રમક અને રક્ષણાત્મક કાર્યવાહીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં નૌકાદળના એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ દળોની જટિલતાઓ સમય સાથે વધી રહી છે. શ્રી સિંહે કહ્યું કે દેશભક્તિ, હિંમત અને શિસ્ત સૈનિકોને દેશની રક્ષા પ્રત્યેની તેમની જવાબદારીઓ નિભાવવામાં મદદ કરે છે. તેમણે ઉમેર્યું કે, દેશની આર્થિક સમૃદ્ધિ દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલી છે. શ્રી સિંહે આજના સમયમાં સાયબર સુરક્ષાને દરિયાઈ ...

જાન્યુઆરી 12, 2025 9:13 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 9:13 એ એમ (AM)

views 6

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવામાં યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશની તાકાત યુવાનોના જ્ઞાન, કૌશલ્ય અને દૃઢ નિશ્ચયમાં રહેલી છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવામાં યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશની તાકાત યુવાનોના જ્ઞાન, કૌશલ્ય અને દૃઢ નિશ્ચયમાં રહેલી છે. તેમણે કહ્યું કે, યુવાનોની નવી વિચારસરણી અને તેમની કાર્યશૈલી ભારતને વિશ્વમાં એક નવી ઓળખ આપશે. શ્રી સિંહે ગઇકાલે મેરઠ સ્થિત IIMTT યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં બોલી રહ્યા હતા.

જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM)

views 5

તિબેટમાં ચીનની ડેમ યોજના અંગે ભારત સરકાર સતર્ક : રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, તિબેટમાં ભારતની સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર મેગા ડેમ બનાવવાની ચીનની યોજના અંગે સરકાર સતર્ક છે. ચીને બ્રહ્મપુત્રા પર વિશ્વના સૌથી મોટા બંધ બાંધવાની તેની યોજનાની જાહેરાત કર્યા બાદ ભારતે કહ્યું કે, તે તેના હિતોનું રક્ષણ કરવા માટે દેખરેખ રાખશે અને જરૂરી પગલાં લેશે. ભારતે ઉપરના વિસ્તારોની ગતિવિધિઓથી બ્રહ્મપુત્રાના નીચલા વિસ્તારોના હિતોને નુકસાન ન થાય, તે સુનિશ્ચિત કરવા ચીનને અનુરોધ કર્યો છે.

ઓક્ટોબર 24, 2024 8:53 એ એમ (AM) ઓક્ટોબર 24, 2024 8:53 એ એમ (AM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સેમિનાર ધ ચાણક્ય ડિફેન્સ ડાયલોગ્સની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સેમિનાર ધ ચાણક્ય ડિફેન્સ ડાયલોગ્સની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે ભારતીય લશ્કરનાં ગ્રીન ઇનિશિયેટિવ 1.0 અને ડિજિટાઇઝેશન ઓફ IA 1.0. પણ શરૂ કરશે. શ્રી સિંહ વિકાસ અને સલામતી માટે ભારતનાં દ્રષ્ટિકોણ વિષય પર ચાવીરૂપ ભાષણ આપે. લશ્કરી દળના વડા ઉપેન્દ્ર દ્વિવેદી પણ પરિસંવાદને સંબોધન કરશે. બે દિવસનાં આ પરિસંવાદમાં નીતિ ઘડવૈયાઓ, વ્યૂહાત્મક વિચારકો, શિક્ષણવિદો, સંરક્ષણ નિષ્ણાતો અને વિજ્ઞાનીઓ ઉપસ્થિત રહેશે. સંવાદમાં અમેરિકા, રશિયા, ઇઝરાય...

ઓગસ્ટ 18, 2024 9:54 એ એમ (AM) ઓગસ્ટ 18, 2024 9:54 એ એમ (AM)

views 3

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ચેન્નાઇ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડનાં અત્યાધુનિક રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ચેન્નાઇ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડનાં અત્યાધુનિક રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેમજ ચેન્નાઈમાં મરીન પોલ્યુશન રિસ્પોન્સ સેન્ટર અને પુડુચેરીમાં કોસ્ટ ગાર્ડ એર એન્ક્લેવનું પણ ઉદ્ઘાટન કરશે, જે દરિયાઈ પ્રદુષણ ઘટાડવા તેમજ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક સાબિત થશે. ઉદ્ઘાટન બાદ રાજનાથ સિંહના હસ્તે એમ કરુણાનિધિની જન્મ શતાબ્દીના સન્માનમાં એક સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવશે.