જાન્યુઆરી 14, 2025 9:08 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 9:08 એ એમ (AM)

views 3

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે મેડ્રિડમાં સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેઝ સાથે વાતચીત કરી હતી.

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે મેડ્રિડમાં સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેઝ સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન, બંને નેતાઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, શહેરી વિકાસ અને રેલ્વે સહિત દ્વિપક્ષીય ભાગીદારી પર અર્થપૂર્ણ વાતચીત કરી હતી. ડૉ. જયશંકરે કહ્યું કે, બંને દેશોએ રમતગમત અને ટકાઉ શહેરી વિકાસ ક્ષેત્રે કરારો પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે ઉમેર્યું કે, આ વર્ષે ભારત-સ્પેન સંબંધો વધુ મજબૂત બનશે અને સહયોગમાં નવી ગતિ આવશે.

ડિસેમ્બર 14, 2024 8:11 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:11 એ એમ (AM)

views 3

નર્મદા જિલ્લાના કેન્દ્રીય પ્રભારી સચિવ રવિકુમાર અરોરાની અધ્યક્ષતામાં MPLADS એટલે કે, સંસદના સભ્યો સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાઓ અંતર્ગત વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ.

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો વિભાગના સંયુક્ત સચિવ અને મહત્વાકાંક્ષી નર્મદા જિલ્લાના કેન્દ્રીય પ્રભારી સચિવ રવિકુમાર અરોરાની અધ્યક્ષતામાં MPLADS એટલે કે, સંસદના સભ્યો સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાઓ અંતર્ગત વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. દરમિયાન પ્રભારી સચિવે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને જિલ્લામાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે જરૂરી માળખાકીય સુવિધા અને સૉલાર રૂફટોપ યોજના અંતર્ગત આગામી સમયમાં હાથ ધરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં સાંસદ આદર્શ ગ્રામ યો...

ડિસેમ્બર 7, 2024 8:53 એ એમ (AM) ડિસેમ્બર 7, 2024 8:53 એ એમ (AM)

views 6

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે કતારમાં દોહા ફોરમમાં ભાગ લેશે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે કતારમાં દોહા ફોરમમાં ભાગ લેશે. આ વર્ષની દોહા ફોરમની વિષય વસ્તુ છે – અનિવાર્ય ઈનોવેશન છે. ડૉ. જયશંકર આવતીકાલે બહેરીનના વિદેશમંત્રી અબ્દુલ્લાતિફ બિન રશીદ અલ જાયની સાથે ચોથા ભારત-બહેરીન ઉચ્ચ સંયુક્ત આયોગની સહ-અધ્યક્ષતા પણ કરશે. બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે અને સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે વિચારણા કરવામાં આવશે. ડૉ. જયશંકર 8 ડિસેમ્બરે બહેરીનમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ મનામા ડાયલોગની 20મી આવૃત્તિમાં ભાગ લેશે...

ડિસેમ્બર 5, 2024 8:39 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:39 એ એમ (AM)

views 4

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે સાંજે નવી દિલ્હીમાં કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા સાથે બહુપક્ષીય ભારત-કુવૈત સંબંધોને વધારવા અંગે ચર્ચા કરી.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે સાંજે નવી દિલ્હીમાં કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા સાથે બહુપક્ષીય ભારત-કુવૈત સંબંધોને વધારવા અંગે ચર્ચા કરી. બંને વિદેશ મંત્રીઓએ પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ અને અખાત સહકાર પરિષદ સાથે ભારતના સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. બંને મંત્રીઓએ વિદેશ મંત્રીઓના સ્તરે સહયોગ માટે સંયુક્ત આયોગની સ્થાપના કરવા માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા. ડૉ.જયશંકરે કહ્યું કે, ભારત કુવૈત સાથે વેપાર, રોકાણ, ઉર્જા, માહિતી ટેકનોલોજી અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિ...

સપ્ટેમ્બર 26, 2024 2:30 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 2:30 પી એમ(PM)

views 3

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે ન્યુયોર્કમાં જી-20 દેશોના વિદેશ મંત્રીઓ સાથેની મંત્રણામાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સલામતિ પરિષદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા જાળવવાના પોતાના લક્ષ્યને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. જેનાથી વિશ્વ સંસ્થાની અસરકારકતા અને વિશ્વસનીયતામાં ઘટાડો થયો છે. ડૉ. જયશંકરે કહ્યું કે સુરક્ષા પરિષદના સ્થાયી અને ચૂંટાયેલા સભ્યો બં...

સપ્ટેમ્બર 10, 2024 2:30 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2024 2:30 પી એમ(PM)

views 3

વિદેશ મંત્રી ડો. એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસની મુલાકાતે

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે. બર્લિનની મુલાકાત દરમિયાન ડૉક્ટર જયશંકર દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા અને સહયોગ માટે વધુ તકો ચકાસવાના ઉદ્દેશ્ય સાથે જર્મન ફેડરલ વિદેશમંત્રી અને અન્ય મુખ્ય નેતાઓને મળશે. વિદેશ મંત્રીની બર્લિનની મુલાકાત જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની આગામી મહિને ભારતની પ્રસ્તાવિત યાત્રા માટેનો તખ્તો ઘડશે. ઉલ્લેખનીય છે કે, જર્મની ભારતના મહત્ત્વના વેપારી ભાગીદારો પૈકીનું એક અને સીધા વિદેશી રોકાણ-FDIનું અગ્રણી સ્ત્રોત છે. અગાઉ, ગઈ કાલે ડોક્ટર જયશંકર...

ઓગસ્ટ 18, 2024 8:37 એ એમ (AM) ઓગસ્ટ 18, 2024 8:37 એ એમ (AM)

views 4

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે કુવૈતની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે.

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે કુવૈતની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લાલ-અલી અલ-યાહ્યાને મળશે. તે કુવૈતના ટોચના નેતૃત્વને પણ મળી શકે છે. ડૉ. જયશંકરની મુલાકાત બંને દેશોને રાજકારણ, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સંસ્કૃતિ, મુત્સદ્દીગીરી અને જનસંપર્ક અને અન્ય ક્ષેત્રોમાં સંબંધોની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે. બંને દેશો પારસ્પરિક હિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે અને પશ્ચિમ અને દક્ષિણ એશિયાની સમસ્યાઓના ઉકેલ અંગે પણ ચર્ચા કરશે.

ઓગસ્ટ 15, 2024 7:45 પી એમ(PM) ઓગસ્ટ 15, 2024 7:45 પી એમ(PM)

views 3

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 18 ઑગસ્ટથી કુવૈતના પ્રવાસે જશે

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 18 ઑગસ્ટથી કુવૈતના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લાહ અલિ અલ યાહયા ઉપરાંત અન્ય ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે. ડૉ. જયશંકરની આ મુલાકાત દરમિયાન બંને પક્ષો વચ્ચે રાજકીય, વેપાર, રોકાણ, ઊર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક, રાજદ્વારી અને લોક સંપર્ક સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ શકે છે. બંને પક્ષો પરસ્પર હિતના પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.

ઓગસ્ટ 9, 2024 2:27 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 2:27 પી એમ(PM)

views 3

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આજથી ત્રણ દિવસના મલેશિયા પ્રવાસે જશે

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી માલદીવના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ ભાગીદારીને મજબૂત બનાવવાનો તેમજ દ્વિપક્ષીય સંબંધો માટેના નવા અવસર ઉભા કરવાનો છે. જૂનમાં નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની ભારત યાત્રા બાદ વિદેશ મંત્રી આ પ્રવાસ કરી રહ્યા છે. માલદીવ ભારતનો સમુદ્રી પાડોશી દેશ છે, જે હિન્દ મહાસાગારમાં રાજદ્વારી મહત્વ ધરાવે છે.