જાન્યુઆરી 5, 2025 8:49 એ એમ (AM)

views 9

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન બે દિવસીય ભારતની મુલાકાતે આજે નવી દિલ્હી આવશે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન બે દિવસીય ભારતની મુલાકાતે આજે નવી દિલ્હી આવશે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ અવકાશ, સંરક્ષણ અને વ્યૂહાત્મક ટેક્નોલોજી સહકાર સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી સુલિવાન, વિદેશ મંત્રી એસ જયશંકર અને અન્ય ભારતીય નેતાઓને પણ મળશે. તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી (IIT)ની પણ મુલાકાત લેશે.

ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM)

views 16

વિદેશ મંત્રી જયશંકર આજથી ત્રણ દિવસ કતારના પ્રવાસે જશે

ભારતના વિદેશ મંત્રી ડૉકટર એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રી એસ. જયશંકર તેમની આ મુલાકાત દરમિયાન કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક અને લોકો-થી-લોકો તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં સક્ષમ બનાવશે.

ડિસેમ્બર 12, 2024 8:48 એ એમ (AM)

views 12

સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન ચોથા વ્યૂહાત્મક સંવાદ અને 15મી ભારત-UAE સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા છે.

સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન ચોથા વ્યૂહાત્મક સંવાદ અને 15મી ભારત-UAE સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા છે. UAEના નેતાનું સ્વાગત કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, આ મુલાકાત ભારત અને UAE વચ્ચે બહુપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે. વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર અને તેમના UAE સમકક્ષ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન આજે નવી દિલ્હીમાં ભારત-UA...

નવેમ્બર 24, 2024 8:48 એ એમ (AM)

views 21

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે વિશ્વ ભારતને કેવી રીતે જુએ છે તેમાં પરિવર્તન આવ્યું છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે વિશ્વ ભારતને કેવી રીતે જુએ છે તેમાં પરિવર્તન આવ્યું છે. 8મા ઈન્ડિયા આઈડિયા ઝકોન્ક્લેવને વિડીયો માધ્યમથી સંબોધન કરતાં ડૉ. જયશંકરે કહ્યું કે છેલ્લા દાયકામાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે અને ભારત હવે વેપાર કરવા માટે વધુ સરળ હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું કે આજે વિશ્વ ભારતના ડિજિટલ વ્યવહારોમાં પ્રગતિની વિશ્વ નોંધ લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા દાયકાની સિદ્ધિઓ વૈશ્વિક ધોરણોથી પણ અલગ છે.

નવેમ્બર 3, 2024 1:48 પી એમ(PM)

views 6

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર આજથી છ દિવસ ઑસ્ટ્રેલિયા અને સિંગાપોરના પ્રવાસે જશે.

વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ જયશંકર આજથી છ દિવસ ઑસ્ટ્રેલિયા અને સિંગાપોરના પ્રવાસે જશે. દરમિયાન તેઓ બ્રિસબેન જશે અને ઑસ્ટ્રેલિયામાં ભારતના ચોથા વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે. તેઓ કેનબરા ખાતે ઑસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેન્ની વૉન્ગ સાથે વિદેશ મંત્રીસ્તરના માળખાકીય સંવાદની 15મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રી ઑસ્ટ્રેલિયાના સંસદ ભવન ખાતે બીજા રાયસીના ડાઉન અંડરના ઉદ્ઘાટન સત્રને પણ સંબોધિત કરશે. ડૉ. જયશંકર ઑસ્ટ્રેલિયાના નેતાઓ, સાંસદો, પ્રવાસી ભારતીય સમુદાયના સભ્યો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, મીડિ...

ઓગસ્ટ 9, 2024 2:50 પી એમ(PM)

views 7

રશિયન સૈન્યમાં ભારતીયોની ભરતીની 91 જેટલી ઘટનાઓ સામે આવી છે:કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે રશિયન સૈન્યમાં ભારતીયોની ભરતીની 91 જેટલી ઘટનાઓ સામે આવી છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આપેલા જવાબમાં વિદેશ મંત્રીએ જણાવ્યું કે, આવી ઘટનાઓમાં દુર્ભાગ્યવશ 8ના મોત થયા છે, જ્યારે 40 જેટલા ભારતીયોનો ફરજ મુક્ત કરાયા છે, હજી 69 જેટલા ભારતીયો ફરજ મુક્ત થવાની રાહ જોઈ રહ્યા છે. શ્રી જયશંકરે જણાવ્યું ભારતે આ મુદ્દો ગંભીરતા પૂર્વક લીધો છે અને આ વિશે ઘણીવાર રશિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે રશિય વહીવટીતંત્રની દલીલ છે કે આ ભારતીયો રશિય...