ફેબ્રુવારી 18, 2025 2:26 પી એમ(PM)

views 12

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને કતારના સમકક્ષ શેખ ફૈઝલ બિનથાની બિન ફૈઝલ અલથાનીએ ભારતીય ઉદ્યોગ સંઘ દ્વારા આયોજિત ભારત-કતાર સંયુક્ત વ્યાપાર મંચના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને કતારના સમકક્ષ શેખ ફૈઝલ બિનથાની બિન ફૈઝલ અલથાનીએ ભારતીય ઉદ્યોગ સંઘ-C.I.I. દ્વારા આયોજિત ભારત-કતાર સંયુક્ત વ્યાપાર મંચના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન, બન્ને દેશ વચ્ચે બે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. પત્રકારો સાથેની મુલાકાતમાં, શ્રી ગોયલે ભારત અને કતાર વચ્ચેના ઐતિહાસિક સંબંધ અને સહયોગની વિશાળ સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભાર મૂક્યો કે બંને દેશ નવી ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I.માં વૈશ્વિક પ્રગતિને અનુરૂપ પોતાના સંબ...

ફેબ્રુવારી 11, 2025 7:36 પી એમ(PM)

views 11

અત્યાર સુધીમાં દેશમાં 90 ટકા વિદેશી પ્રત્યક્ષ રોકાણ -FDI સ્વયં સંચાલિત માધ્યમથી પ્રાપ્ત થયું :કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 90 ટકા વિદેશી પ્રત્યક્ષ રોકાણ -FDI સ્વયં સંચાલિત માધ્યમથી પ્રાપ્ત થયું છે. શ્રી પ્રસાદે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે વિદેશી પ્રત્યક્ષ રોકાણ માટે એક પારદર્શક, અનુમાનિત અને સરળતાથી સમજી શકાય તેવી વ્યવસ્થા અસ્તિત્વમાં છે. શ્રી પ્રસાદે કહ્યું કે સંરક્ષણ, વીમા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ટેલિકોમ અને અવકાશ સહિતના ક્ષેત્રોમાં FDI નીતિમાં સુધારા કરાયા છે. શ્રી પ્રસાદે જણાવ્યું કે નવા ...

જાન્યુઆરી 28, 2025 9:34 એ એમ (AM)

views 13

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલએ ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી કૈસ બિન મોહમ્મદ અલ યુસુફ સાથે મુલાકાત કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલએ ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી કૈસ બિન મોહમ્મદ અલ યુસુફ સાથે મુલાકાત કરી. તેમણે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર ,CEPA માટે વાટાઘાટો આગળ વધારવા, દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા અને સહયોગ માટે નવા માર્ગો અંગે ચર્ચા કરી હતી. શ્રી ગોયલે પ્રગતિ અંગે આશાવાદ વ્યક્ત કર્યો, અને કહ્યું કે આગામી સંયુક્ત કમિશન મીટિંગ,અને JCM દરમિયાન વાટાઘાટોને વધુ વેગ મળશે. મંત્રીએ મસ્કતમાં ભારતીય દૂતાવાસ ખાતે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમ...

ઓક્ટોબર 8, 2024 9:12 એ એમ (AM)

views 12

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે મુંબઈના કાંદિવલી વિસ્તારમાં ‘કૌશલ્ય વિકાસ કેન્દ્ર’નું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે મુંબઈના કાંદિવલી વિસ્તારમાં 'કૌશલ્ય વિકાસ કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું છે. આ કેન્દ્રની સ્થાપના ભારતીય ઉદ્યોગ સંઘ, બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ વચ્ચે અનન્ય સહયોગ દ્વારા કરવામાં આવી છે. આ પ્રસંગે બોલતા શ્રી ગોયલે કહ્યું કે આ કેન્દ્ર કુશળ કામદારોની વધતી માંગને પૂરી કરશે. કેન્દ્ર દ્વારા આગામી વર્ષમાં એક લાખથી વધુ ઉમેદવારો માટે રોજગારીની તકો ઊભી કરવાની અપેક્ષા સાથે, શ્રી ગોયલે જણાવ્યું હતું કે કેન્દ્ર ઉદ્યોગ અગ્ર...

સપ્ટેમ્બર 23, 2024 9:35 એ એમ (AM)

views 16

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ 19મી ભારત-ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રી સ્તરીય આયોગની બેઠકમાં ભાગ લેવા માટે આજથી ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ 19મી ભારત-ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રી સ્તરીય આયોગની બેઠકમાં ભાગ લેવા માટે આજથી ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. શ્રી ગોયલ બુધવારે ઓસ્ટ્રેલિયાના વેપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલ સાથે બેઠકની સહ અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન, બંને દેશો દ્વિપક્ષીય આર્થિક જોડાણને વધુ વધારવાના ઉપાયો પર ચર્ચા કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મજબૂત અને વધતા વેપાર અને રોકાણ સંબંધોને વધુ વેગ આપશે. તે બિઝનેસ-ટુ-બિઝનેસ જોડાણને...