ફેબ્રુવારી 16, 2025 9:11 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 9:11 એ એમ (AM)

views 5

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકોના મોત અનેક લોકો ઘાયલ

દિલ્હીમાં, ગઈકાલે સાંજે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકો માર્યા ગયા છે અનેક લોકો ઘાયલ થયા છે અધિકારીઓએ જણાવ્યું કે, ભાગદોડ પહેલા, પ્રયાગરાજ જતી ટ્રેનોમાં ચઢવા માટે મુસાફરોનો ભારે ધસારો હતો. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું મુસાફરોના અચાનક ધસારાને કારણે આ ઘટના બની છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અને પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટ...

ફેબ્રુવારી 4, 2025 9:35 એ એમ (AM) ફેબ્રુવારી 4, 2025 9:35 એ એમ (AM)

views 3

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે 13 હજાર 955 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં ગઈકાલે માધ્યમો સાથેના સંવાદમાં શ્રી વૈષ્ણવે કહ્યું, રેલવેએ પશ્ચિમ બંગાળમાં 68 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ વર્ષના કેન્દ્રીય અંદાજપત્રમાં 100 નવી અમૃત ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી હોવાનું પણ શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું.

ફેબ્રુવારી 4, 2025 8:07 એ એમ (AM) ફેબ્રુવારી 4, 2025 8:07 એ એમ (AM)

views 2

કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત રાજ્યને 17 હજાર 155 કરોડ રૂપિયાની વિક્રમી ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત ગુજરાતને 17 હજાર 155 કરોડ રૂપિયાની વિક્રમી ફાળવણી કરવામાં આવી છે. 2014 પહેલા ગુજરાતને રેલવે બજેટમાં મળતી ફાળવણી કરતાં આ વખતે 29 ગણી વધુ ફાળવણી થઇ હોવાનું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. કેન્દ્રીય બજેટમાં ગુજરાતને ફાળવાયેલા બજેટ અંગેની વર્ચ્યુઅલ પત્રકાર પરિષદને સંબોધતા રેલ મંત્રી અશ્વિની વૈષણવે આ અંગેની જાણકારી આપી હતી. વધુ માહિતી આપતા વર્ષ 2014થી અત્યાર સુધીમાં ગુજરાતમાં બે હજાર 739 કિમીના નવા ટ્રેકનું નિર્માણ થયું છે, જે ડેન્માર્કના સમગ્ર રેલવે નેટવર્...

જાન્યુઆરી 5, 2025 8:58 એ એમ (AM) જાન્યુઆરી 5, 2025 8:58 એ એમ (AM)

views 4

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમ 2025ના ડ્રાફ્ટમાં નાગરિકોના ડેટાની સુરક્ષા અને તેમના અધિકારોની સુરક્ષા માટેની જોગવાઈઓ છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમ 2025ના ડ્રાફ્ટમાં નાગરિકોના ડેટાની સુરક્ષા અને તેમના અધિકારોની સુરક્ષા માટેની જોગવાઈઓ છે. ગઈકાલે આકાશવાણી ન્યૂઝ સાથે વિશેષ વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ડ્રાફ્ટ નિયમોમાં ત્રણ મુખ્ય ઘટકોનો સમાવેશ કરાયો છે. જેમાં નાગરિકોના અંગત ડેટાને સુરક્ષિત રાખવા માટેની જોગવાઈઓ છે.

ઓક્ટોબર 10, 2024 2:57 પી એમ(PM) ઓક્ટોબર 10, 2024 2:57 પી એમ(PM)

views 4

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, વિશાળ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા ભારતીય સિનેમાએ દેશમાં એકતાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, વિશાળ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા ભારતીય સિનેમાએ દેશમાં એકતાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એક લેખમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું છે કે, એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને મજબૂત કરવામાં સિનેમા શક્તિશાળી માધ્યમ રહ્યું છે.દંતકથા સમાન ફિલ્મકાર સત્યજીત રેને ટાંકતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, ભારતીય સિનેમા પ્રાદેશિક અને ભાષાકીય સરહદોને પાર કરીને સહિયારી લાગણીઓ અને અનુભવોને રજૂ કરે છે. તેમણે જણાવ્યું કે, રાજ કપુરની શ્રી 420થી માંડીને મણીર...

ઓક્ટોબર 4, 2024 7:59 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 7:59 પી એમ(PM)

views 6

કોઈ પણ સંજોગોમાં રેલવેનું ખાનગીકરણ નહીં કરવામાં આવે :કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈ પણ સંજોગોમાં રેલવેનું ખાનગીકરણ નહીં કરવામાં આવે. શ્રી વૈષ્ણવે આજે નાસિકમાં રેલવે સલામતી દળનાં 40મા સ્થાપના દિવસમાં ભાગ લીધો હતો અને પરેડનું નિરીક્ષણ કર્યંા હતું. તેમણે જણાવ્યું કે, દેશનાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે રેલવે પરિવહનનું માધ્યમ છે, તેથી કેન્દ્ર સરકારે રેલવેમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને સંશોધન, સલામતી તથા માનવ સંસાધન પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમણે જણાવ્યું કે, કેટલાંક રાજકીય પક્ષો રેલવેનાં ખાનગીકરણની સંભાવના અંગે...