માર્ચ 21, 2025 3:01 પી એમ(PM) માર્ચ 21, 2025 3:01 પી એમ(PM)

views 4

છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ફેરકુવાથી બોડેલી હાઇવે અને બોડેલી થઈને જાંબુઘોડા પાવાગઢ નેશનલ હાઈવેને ચાર માર્ગીય કરવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી

છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ફેરકુવાથી બોડેલી હાઇવે અને બોડેલી થઈને જાંબુઘોડા પાવાગઢ નેશનલ હાઈવેને ચાર માર્ગીય કરવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી. આ બંને માર્ગો ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના વાહન વ્યવહાર માટેના મુખ્ય માર્ગો છે. આ બંને હાઇવે ચાર માર્ગીય થવાથી ટ્રાફિકમાં સરળતા વધશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે, સાથે જ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે.

ડિસેમ્બર 12, 2024 1:54 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 1:54 પી એમ(PM)

views 3

માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓની કેશલેસ સારવાર યોજનાનો અમલ ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે

માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓની કેશલેસ સારવાર યોજનાનો અમલ ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આજે લોકસભામાં પ્રશ્નકાળમાં જવાબ આપતા જણાવ્યું કે, હાલમાં છ રાજ્યોમાં અમલી યોજના ઉત્તરપ્રદેશ અને બાદમાં સમગ્ર દેશભરમાં અમલી બનાવવામાં આવશે. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતોનો ભોગ બનેલાઓને હોસ્પિટલમાં દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. ધોરી માર્ગો પર વધતા જતા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી ગડકરીએ સાંસદોને આવા અકસ્માત પાછળનાં કારણો ચકાસવા દરેક ...

ઓક્ટોબર 17, 2024 2:20 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 2:20 પી એમ(PM)

views 4

ભારતમાં 22 લાખ કરોડ રૂપિયાના કદ સાથે અને લગભગ તમામ વૈશ્વિક ઓટો કંપનીઓની હાજરી સાથે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ છે:કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં 22 લાખ કરોડ રૂપિયાના કદ સાથે અને લગભગ તમામ વૈશ્વિક ઓટો કંપનીઓની હાજરી સાથે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ છે. નીતિ આયોગ દ્વારા આયોજિત નવી દિલ્હીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મિથેનોલ પરિષદનું ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ગડકરીએ આમ જણાવ્યું હતું. શ્રી ગડકરીએ કહ્યું કે સરકાર અલ્ટ્રા-એન્ફોર્સમેન્ટ કોંક્રીટના ઉપયોગથી બ્રિજ અને મેટ્રોના નિર્માણની કિંમતમાં 25 ટકા ઘટાડો કરવા માટે કામ કરી રહી છે. બાયોડીઝલ અને વૈકલ્પિક ઇંધણની નિકાસ કરવાની વિશાળ ...

સપ્ટેમ્બર 10, 2024 8:00 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2024 8:00 પી એમ(PM)

views 4

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે :કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે અને 2030 સુધીમાં તેનું વાર્ષિક વેચાણ વધીને 1 કરોડ રૂપિયાને પાર થવાની શક્યતા છે. વધુમાં તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાહનોમાં ઉત્પાદનમાં વધારો થતા પાંચ કરોડ રોજગાર ઉભા થશે. ભારતીય ઓટોમોબાઇલ ઉત્પાદન સમુદાયના 64માં વાર્ષિક સંમેલનને સંબોધન કરતા શ્રી ગડકરીએ જણાવ્યું કે, દેશમાં હાલમાં નોંધાયેલા ઈવીની સંખ્યા 30 લાખની આસપાસ છે. વધુમાં તેમણે ઉમેર્યું કે વર્ષ 2023 – 24માં ચાર ચક્રી ઈવીના વેચાણમાં...