માર્ચ 30, 2025 7:12 પી એમ(PM) માર્ચ 30, 2025 7:12 પી એમ(PM)

views 14

આદિવાસી જીલ્લા ડાંગ અને બોટાદમાં ગઢડામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આદિવાસી જીલ્લા ડાંગ અને બોટાદમાં ગઢડામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમની સાથે સંગઠન મંત્રી રત્નાકર પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને કાર્યાલયમાં ઉદઘાટન પ્રસંગે સી આર પાટીલે જળસંગ્રહની વાતનો ઉલ્લેખ કરીને વરસાદી પાણીના સંગ્રહ કરવાની લોકોને અપીલ કરી હતી. તેમણે કેન્દ્ર સરકારના કેચ થ રેઇનના અભિયાનમાં સહભાગી થવા લોકોને અનુરોધ કર્યો હતો.

માર્ચ 2, 2025 7:26 પી એમ(PM) માર્ચ 2, 2025 7:26 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામ ખાતે “સરપંચ સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો.

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામ ખાતે “સરપંચ સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી પાટીલે સરપંચોને ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. શ્રી પાટીલે 8મી માર્ચે નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા લખપતિ દીદી સન્માન સમારોહની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમ અંગે શ્રી પાટીલે વધુ માહિતી આપી

ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM) ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM)

views 7

કેન્દ્રીય અંદાજપત્રથી સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, “આ વખતનું પહેલું કેન્દ્રીય અંદાજપત્ર એવું છે, જેમાં સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો છે.” સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું, “આ અંદાજપત્રથી ખેડૂતો અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ- MSMEને લાભ થશે. ગત 10 વર્ષમાં દેશમાં આત્મનિર્ભરતા વધી હોવાનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું.

જાન્યુઆરી 10, 2025 6:24 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 6:24 પી એમ(PM)

views 9

ટેકનોલોજીના સમન્વય સાથે આરંભાયેલુ આ પ્રદર્શન કાપડ ઉદ્યોગને વઘુ આધુનિકબનાવશે : કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ

સુરત આંતરરાષ્ટ્રીય કાપડ પ્રદર્શનનું  ઉદઘાટન કરતાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે ટેકનોલોજીના સમન્વય સાથે આરંભાયેલુ આ પ્રદર્શન કાપડ ઉદ્યોગને વઘુ આધુનિક બનાવશે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર કાપડ ઉધ્યોગની મશીનરીને આવરી લેનારુ  ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ૧૧મું પ્રદર્શનછે.જેમા વિવિધ મશીનરીને પ્રદર્શિત કરવામાં આવી છે.