ડિસેમ્બર 14, 2024 5:57 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 5:57 પી એમ(PM)

views 5

લોકસભામાં ભારતીય બંધારણના 75 વર્ષની યાત્રા અંગે વિશેષ ચર્ચા ફરી શરૂ

લોકસભામાં ભારતીય બંધારણના 75 વર્ષ અંગેની ખાસ ચર્ચા આજે પણ જારી રહી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ દેશના બંધારણની રચનામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના યોગદાનની વિગતો આપીને તેમની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, દેશને આઝાદી મળ્યા બાદ દરેક નાગરિકને સમાન અધિકાર મળે એ બાબત સુનિશ્વિત કરવામાં આવી રહી છે. બંધારણની આ ભાવનાને કેન્દ્રમાં રાખીને નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર સબ કા સાથ સબ કા વિકાસ મંત્રને અપનાવી આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે, દેશના છ લઘુમતી સમુદાયો માટે કલ્યાણ યો...

ડિસેમ્બર 10, 2024 2:01 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 2:01 પી એમ(PM)

views 8

સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સંસદીય કામોના સુચારુ સંચાલન માટે સંસદસભ્યોને ચર્ચામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે

સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સંસદીય કામોના સુચારુ સંચાલન માટે સંસદસભ્યોને ચર્ચામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.સંસદીય કામોમાં પ્રવર્તમાન વિક્ષેપ પર શ્રી રિજિજૂએ કહ્યું કે,સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સહિતના ઘણા સાંસદોએ સંસદીય કાર્યવાહીમાં અર્થપૂર્ણ ચર્ચા માટે હકારાત્મક વલણ અપનાવ્યું છે.રિજિજૂએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા પણ કરી હતી. તેમણે જણાવ્યું કે,સરકાર મહત્વપૂર્ણ કાયદાઓને લાગૂ કરવા પ્રતિબદ્ધ છે અને એ બાબતમાં વિરોધ પક્ષ સહિત સંસદના પ્રત્યેક સભ્ય ચર્ચામાં ભા...

નવેમ્બર 27, 2024 7:50 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:50 પી એમ(PM)

views 5

દેશમાં આશરે 59 હજાર વક્ફ મિલકતો અતિક્રમણનો સામનો કરી રહી છે :કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ

લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં આશરે 59 હજાર વક્ફ મિલકતો અતિક્રમણનો સામનો કરી રહી છે. લોકસભામાં લેખિત જવાબમાં શ્રી રિજિજુએ જણાવ્યું કે, વક્ફ એક્ટ પ્રમાણે સ્ટેટ વક્ફ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને વક્ફ મિલકતો પર બિનઅધિકૃત કબ્જો અને અતિક્રમણ સામે કાનૂની પગલાં લેવાની સત્તા છે. તેમણે જણાવ્યું કે, વક્ફ કાયદામાં એવી જોગવાઈ છે કે કોઈ પણ વક્ફ મિલકતનું વેચાણ, ભેટ, મોર્ગેજ કે ટ્રાન્સફર અમાન્ય ગણાશે. તેમણે જણાવ્યું કે વક્ફ મિલકતો અંગેની ફરિયાદો યોગ્ય પગલાં...