જાન્યુઆરી 1, 2025 7:35 પી એમ(PM)

views 10

કેન્દ્રીય મંત્રીમંડળે ડી-એમોનિયમ ફોસ્ફેટ – DAP ખાતરો પર પોષક તત્ત્વો આધારિત સબસિડી વધારીને 3 હજાર 500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ડી-એમોનિયમ ફોસ્ફેટ - DAP ખાતરો પર પોષક તત્ત્વો આધારિત સબસિડી વધારીને 3 હજાર 500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી છે. જેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવે DAPની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. આજે નવી દિલ્હીમાં કેબિનેટની બેઠક બાદ મીડિયાને આ માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખેડૂતોને 1 હજાર 350 રૂપિયાના ભાવે 50 કિલોની થેલી મળતી રહેશે. આ નિર્ણયથી અંદાજે 3 હજાર 850 કરોડનો વધારાનો બોજ પડશે, જે કેન્દ્ર સરકાર ઉઠાવશે.

નવેમ્બર 26, 2024 9:35 એ એમ (AM)

views 11

કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ 7 હજાર 927 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયની ત્રણ પરિયોજનાને મંજૂરી આપી.

કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ 7 હજાર 927 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયની ત્રણ પરિયોજનાને મંજૂરી આપી છે. જેમાં 160 કિલોમીટર લાંબી મનમાડ-જલગાંવ ચોથી રેલવે લાઇન, 131 કિલોમીટર લાંબી ભુસાવલ-ખંડવા ત્રીજી અને ચોથી રેલવે લાઇન અને 84 કિલોમીટર લાંબી પ્રયાગરાજ-માનિકપુર ત્રીજી લાઇનનો સમાવેશ થાય છે. આનાથી વિવિધ પરિયોજનાઓની કામગીરીને સરળ બનશે અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં મદદ મળશે. સૌથી વ્યસ્ત વિભાગો પર જરૂરી માળખાકીય વિકાસ કરાશે. કેન્દ્રીય કેબિનેટે અટલ ઇનોવેશન મિશન હેઠળ 31 માર્ચ, 2028...

ઓક્ટોબર 25, 2024 9:34 એ એમ (AM)

views 11

કેન્દ્રીય મંત્રીમંડળે અવકાશ ક્ષેત્રને સમર્પિત એક હજાર કરોડ રૂપિયાના વેન્ચર કેપિટલ ફંડની સ્થાપનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે અવકાશ ક્ષેત્રને સમર્પિત એક હજાર કરોડ રૂપિયાના વેન્ચર કેપિટલ ફંડની સ્થાપનાને મંજૂરી આપી છે. સૂચિત વેન્ચર કેપિટલ ફંડનો જમાવટનો સમયગાળો ફંડની કામગીરીની શરૂઆતની વાસ્તવિક તારીખથી પાંચ વર્ષ સુધીનો છે. રોકાણની તકો અને ભંડોળની જરૂરિયાતોને આધારે સરેરાશ જમાવટની રકમ પ્રતિ વર્ષ 150 થી 250 કરોડ રૂપિયા હોઈ શકે છે. આ ફંડ વ્યૂહાત્મક રીતે દેશના અવકાશ ક્ષેત્રને આગળ વધારવા, રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને અનુરૂપ કરવા અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે છે.

ઓક્ટોબર 17, 2024 8:30 એ એમ (AM)

views 21

સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા અને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવોમાં વધારો જાહેર કર્યો

સરકારે વર્ષ 2025-26ની માર્કેટિંગ સિઝન માટેનાં રવી પાકનાં લઘુતમ ટેકાનાં ભાવમાં વધારો કર્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળનાં નિર્ણયોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સરસવના પાકમાં સૌથી વધુ 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે. મસુર દાળમાં 275 રૂપિયા, ચણામાં 210 રૂપિયા, જવમાં 130 અને ઘઉંનાં લઘુતમ ટેકાનાં ભાવમાં 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનધારકોનાં મોંઘવારી રાહત...

ઓક્ટોબર 4, 2024 9:00 એ એમ (AM)

views 10

કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ સ્વનિર્ભરતા માટે ખાદ્ય સુરક્ષા હાંસલ કરવા માટે ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષોન્નતિ યોજનાને મંજૂરી આપી છે

કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ સ્વનિર્ભરતા માટે ખાદ્ય સુરક્ષા હાંસલ કરવા માટે ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષોન્નતિ યોજનાને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. સરકારે 10 હજાર 103 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 2024-25 થી 2030-31 માટે ખાદ્ય તેલ માટેના રાષ...

ઓક્ટોબર 4, 2024 8:58 એ એમ (AM)

views 16

કેન્દ્રીય મંત્રીમંડળે ભારતને આંતરરાષ્ટ્રીય ઊર્જાક્ષમતા કેન્દ્રમાં સામેલ થવા માટેના ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય મંત્રીમંડળે ભારતને આંતરરાષ્ટ્રીય ઊર્જાક્ષમતા કેન્દ્રમાં સામેલ થવા માટેના ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે. આ એક વૈશ્વિક મંચ છે, જે વિશ્વભરમાં સહયોગ અને ઊર્જાક્ષમતાને પ્રોત્સાહન આપવા સમર્પિત છે. આમાં ભારતની ભાગીદારીથી ઓછા કાર્બન વ્યવસ્થામાં પરિવર્તન લાવવા અને ઊર્જા સંરક્ષણમાં મદદ મળશે. આ પગલું ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસને અનુરૂપ છે તેમજ સતત વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્ચિની વૈષ્ણવે માધ્યમો સાથે ...

સપ્ટેમ્બર 2, 2024 7:44 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતો માટેની કુલ 13 હજાર 966 કરોડ રૂપિયાનાં રોકાણ સાથેની સાત યોજનાઓને મંજૂરી આપી  

કેન્દ્રીય મંત્રીમંડળે આજે ખેડૂતોનું જીવનધોરણ સુધારવા અનેતેમની આવક વધારવા કુલ 13 હજાર 966 કરોડ રૂપિયાનાં રોકાણ સાથેની સાતયોજનાઓને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કુલ બે હજાર આઠ સો 17 કરોડ રૂપિયાનો ખર્ચ ધરાવતા ડિજિટલ કૃષિ મિશનને પણ મંજૂરી આપી છે. મંત્રીમંડળે ત્રણ હજાર 979 કરોડનાં કુલ ખર્ચે અન્ન અને પોષણ સલામતી યોજનાને પણ મંજૂરી આપી છે.સરકારે બે હજાર 291 કરોડ રૂપિયાનાં ખર્ચે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળની બેઠકમાં એક હજાર 702 કરોડ રૂપિયાનાં ખર્ચે પશુધન આરોગ...

સપ્ટેમ્બર 2, 2024 7:41 પી એમ(PM)

views 16

ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની દરખાસ્ત મંજૂર

સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને જીવંત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની ગુજરાતનાં સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. 3,300 કરોડ રૂપિયાના રોકાણ સાથે સૂચિત એકમની સ્થાપના કરવામાં આવશે. આ યુનિટની ક્ષમતા દરરોજ 60 લાખ ચિપ્સ હશે.આ યુનિટમાં ઉત્પાદિત ચિપ્સ વિવિધ પ્રકારની એપ્લિકેશનોને પૂરી પાડશે. જેમાં ઔદ્યોગિક, ઓટોમોટિવ, ઇલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મોબાઇલ ફોન વગેરે જેવા સેગ...

ઓગસ્ટ 28, 2024 7:10 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરના 234 નવા શહેરમાં 730 ખાનગી FM ચેનલની ઇ-હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરના 234 નવા શહેરમાં 730 ખાનગી FM ચેનલની ઇ-હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્યના અમરેલી, ભુજ, બોટાદ, દાહોદ, ગાંધીધામ, જેતપુર નવાગઢ, પાટણ અને સુરેન્દ્રનગર દુધરેજમાં ત્રણ-ત્રણ ખાનગી એફએમ રેડિયોની સ્થાપના થશે. આ નિર્ણયથી સ્થાનિક લોકોને માતૃભાષામાં થતાં સ્થાનિક પ્રસારણથી પ્રોત્સાહન મળશે. તેમ જ રોજગારની નવી તકનું સર્જન થશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું, મંત્રીમંડળના નિર્ણયથી બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં FM રેડિયો પહોંચી શકશે. તેમણે કહ્...