માર્ચ 31, 2025 7:36 પી એમ(PM) માર્ચ 31, 2025 7:36 પી એમ(PM)
9
સસંદમાં રજૂ થનારા વકફ સુધારા બીલ અંગે ભ્રમ ન ફેલાવવા વિરોધીઓને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ અપીલ કરી
કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોમવારે જણાવ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો, સંગઠનો અને જૂથો વકફ સુધારા બિલ અંગે મૂંઝવણ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે દેશમાં આવા ભ્રમ ફેલાવવાનું બંધ કરવાની અપીલ કરી છે. સરકાર આ બિલ સંસદમાં લાવવા જઈ રહી છે અને વિપક્ષને તેના પર તાર્કિક ચર્ચા કરવા વિનંતી છે. તમામ રાજકીય પક્ષોને બિલ પરની ચર્ચામાં ભાગ લેવા તેમણએ વિનંતી કરે છે.