સપ્ટેમ્બર 27, 2024 7:38 પી એમ(PM)

views 19

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે રાજ્યના છોટા ઉદેપુરના હાફેશ્વર સહિત દેશના 36 ગામોની શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન ગામ તરીકે પસંદગી કરી

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે રાજ્યના છોટા ઉદેપુરના હાફેશ્વર સહિત દેશના 36 ગામોની શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન ગામ તરીકે પસંદગી કરી છે. મંત્રાલય દ્વારા વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ચાલુ વર્ષની શ્રેષ્ઠ પ્રવાસન ગામોની સ્પર્ધાના આઠ અલગ અલગ શ્રેણીમાં વિજેતાઓની આજે જાહેરાત કરવામાં આવી.તેમાં વારસા ગામ શ્રેણીમાં હાફેશ્વરનો સમાવેશ કરાયો છે. નર્મદા કિનારે આવેલા કવાંટ તાલુકાનાં હાફેશ્વર ગામને 10 કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. 25 હજારથી ઓછી વસતિ ધરાવતા આ ગામમાં વારસા, કૃષિ સાહસ પ...